ભાવનગરના કોળિયાક ખાતે તમિલનાડુના યાત્રિકોની બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી.તમામ યાત્રુકો નિષ્કલંક મહાદેવના દર્શને આવ્યા હતા અને બસ અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ જતા તમામ મુસાફરો માંડ માંડ બચ્યા હતા ત્યારે 8 કલાકની રેસ્કયૂ કામગીરી બાદ 19 મહિલા અને 10 પુરુષોને સલામત રીતે બચાવી લેવામાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.


[[$googlead]]

કોળિયાક ખાતે 29 યાત્રિકોનું સફળ રેસ્ક્યૂ

તમિલનાડુના યાત્રિકોની બસ પાણીમાં ગરકાવ થઈ હતી ત્યારબાદ તંત્ર દ્રારા તમામ લોકોને રેસ્કયૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા,મુસાફરોએ પ્રશાસનનો આભાર માન્યો હતો.રેસ્કયૂ બાદ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને તમામ માટે જમવાની તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.20 વ્યક્તિઓને ભાવનગર પટેલ બોર્ડિંગ ખાતે રખાયા છે તો 9 વ્યક્તિઓનો કોળિયાક ખાતે આશ્રય અપાયો છે.આ તમામ ઘટનામાં એક મહિલાની તબિયત લથડતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

[[$alsoread]]


NDRF અને ફાયરની ટીમે કર્યુ રેસ્કયૂ

ઘટનાની જાણ થતાની સાથે એનડીઆરએફની ટીમ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સાથે સાથે ધારાસભ્ય પણ પહોંચ્યા હતા.ઘટના સ્થળે 100થી વધુ ફાયર વિભાગના કર્મચારીઓ પણ હાજર હતા અને ભર પાણીના પ્રવાહમાં બસના કાચ તોડીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.તમામને ટ્રકમાં બેસાડી સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે.તમામને પરત વતન મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા

ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો હતો. જેને લઈને સમગ્ર જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે. કોળિયાક દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ ભરેલી બસ પાણી વધારે હોવાથી રસ્તાથી નીચે ઉતરી ગઈ હતી અને નાળામાં ફસાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો વધારે હોવાથી બહાર નીકળી ન શકતા ટ્રક બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યો હતો. બસમાંથી મુસાફરોને ટ્રકમાં ખસેડવામાં આવ્યા પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે છે કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગયો હતો.


પાણીના ભારે પ્રવાહને લીધે રેસ્ક્યુ ઓપરેશનમાં હાલાકી પડી હતી

મુસાફરોને બચાવવા માટે 7 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. વહીવટી તંત્ર, સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કામગીરીની હાથ ધરાઇ હતી. બસમાંથી મુસાફરોને ટ્રકમાં લઇ બહાર કાઢવા કામગીરી હાથ ધરાઈ હતી. મુસાફરોને લઇ નીકળેલો ટ્રક પર પાણીમાં ફસાયો હતો. ટ્રક પાણીમાં એક સાઇડ નમી ગયો હતો. ટ્રકમાં 37 જેટલા લોકો સવાર હતા. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, વરસાદ સતત ચાલુ હોવાથી રેસ્ક્યુમાં હાલાકી થઈ રહી છે. કલેક્ટર, ભાવનગરએ જણાવ્યું કે, તમામ લોકો સલામત છે. પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી થઈ રહી હતી.  

  • Follow us on: