વિજાપુરમાં મકાનની દીવાલ પડતા 3 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે છે. સાથે જ દીવાલ પડતા 4થી 5 શ્રમિકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મકાન રિનોવેશનની કામગીરી સમયે મોટી દુર્ઘટના બની હતી. મકાનની દીવાલ તૂટી પડતા અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
મકાનની દિવાલ ધરાશાયી થતા 3ના મોત
વિજાપુરના સુંદરપુર ગામમાં મકાનની દીવાલ તૂટી પડવાના મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જર્જરીત મકાનનું મકાન રિનોવેશનનું કામ ચાલુ હતું અને આ દરમિયાન દિવાસ તૂટવાની ઘટના બની હતી. મકાનની દિવાલ તૂટી પડતા 4થી 5 મજૂરો દિવાલમાં દટાયાની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજા મજૂરોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા છે.
એક તરફ મકાન રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી તો બીજી તરફ દિવાલ ધરાશાયી થતાં આજુ-બાજુમાં રહેતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, પટેલ અતુલભાઇ ભીખાભાઈ, પટેલ અશ્વિનભાઈ જોઈતાભાઈના ઘરનું કામકાજ ચાલુ હતું તે સમયે જુની જર્જરિત દિવાલ ઘસી પડતા 3 લોકોના ઘટના સ્થળે મોત છે.