- ડ્રગ્સ ડીલર ભાઈઓ પાસેથી ડ્રગ્સ ખરીદી ગ્રાહકોને વેચતા 3 પેડલરોને દબોચી લીધા
- 3 દિવસ અગાઉ અંધજન મંડળ પાસેથી 42 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈ પકડાયા હતા
- શહેરના યુવક-યુવતીઓને ડ્રગ્સના રવાડે ચઢાવી તેમનો જ પેડલર તરીકે ઉપયોગ થતો
શહેરમાં ગેરકાયદેસર ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો સામે પોલીસ દ્વારા ઘણા સમયથી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ત્રણ દિવસ પહેલા જ વસ્ત્રાપુર અંધજન મંડળ ચાર રસ્તા પાસે આવેલા બી.આર.ટી.એસ સ્ટેન્ડ નજીકથી બે ભાઈઓને રૂ. 42 લાખથી વધુ કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા, ત્યારે તેમની પૂછપરછમાં થયેલા ખુલાસા મુજબ, આરોપીઓએ શહેરમાં 3 જેટલા પેડલરોને ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી ક્રાઇમબ્રાંચની ટીમે શુક્રવારે આ 3 ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. નોંધનિય છે કે ક્રાઇમબ્રાંચની ટીમે
ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.પી ચુડાસમાએ જણાવ્યુ છે કે ડાહ્યા પાટીદાર અને મોહન પાટીદારની અગાઉ અમારી ટીમે ધરપકડ કરી હતી. તેમની પાસેથી 421 ગ્રામ જેટલું મેફેડ્રિન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ બંન્ને આરોપીઓએ ચાની કીટલી અને પાનના ગલ્લાની આડમાં ડ્રગ્સનો વેપલો કરતા હતા. પશ્ચિમ વિસ્તારના યુવક-યુવતીઓને ડ્રગ્સના રવાડે ચઢાવીને તેમનો જ ઉપયોગ ડ્રગ્સનો વેપલો કરવા માટે કરતા હતા. તેવા ત્રણ પેડલરોની પોલીસે ધરપકડ કરીને પશ્ચિમમાં ચાલતા ડ્રગ્સના દુષણને અમે ડામવા માટે પ્રયાસ કરી રહ્યા છે. નજીકના દિવસોમાં ડ્રગ્સના રેકેટની મસમોટુ કૌભાંડ પકડાય તેવી શક્યતા હાલના તબક્કે જણાઇ આવે છે. જેથી ડ્રગ્સની આખી ચેઇનને તોડવા માટે અમે કાર્યવાહી હાથ ધરી છે.










