જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે. જેમાં 3 પ્રવાસીઓ અને 2 સ્થાનિક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ત્યારે સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલામાં 3 ગુજરાતી પણ ઘાયલ થયા છે. આતંકી હુમલામાં ગોળી વાગી છે. હાલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


[[$googlead]]

3 ગુજરાતીઓ થયા ઘાયલ

ગુજરાતના ત્રણ પ્રવાસી પર હુમલો થયો છે, જેમાં ભાવનગરના વિનોદ ભટ્ટ, માનિક પટેલ અને રિના પાંડે પણ ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં અમિત શાહ કાશ્મીર જવા માટે રવાના થયા છે. PM મોદીએ અમિત શાહને કાશ્મીર જવા આદેશ આપ્યો છે. અમિત શાહ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરિય બેઠક કરશે. આ બેઠકમાં ગૃહ સચિવ અને IB ચીફ હાજર રહેશે.

[[$alsoread]]

પ્રવાસીઓના નામ પૂછ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો

ઉલ્લેખનીય છે કે હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ ઘટના દક્ષિણ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં બની છે. જે પ્રવાસીઓમાં ખુબ જ લોકપ્રિય વિસ્તાર છે. ઉનાળાની ઋતુમાં, હજારો પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લેવા માટે આવે છે. આ હુમલાનો આરોપ આતંકવાદી સંગઠન TRF પર લગાવવામાં આવી રહ્યો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ પૂછ્યા બાદ તેમના પર ગોળીબાર કર્યો હતો.

હુમલાખોરો 2થી 3ની સંખ્યામાં પોલીસના યુનિફોર્મમાં આવ્યા

તમને જણાવી દઈએ કે હુમલાખોરો 2થી 3ની સંખ્યામાં પોલીસના યુનિફોર્મમાં આવ્યા હતા. આ હુમલો ખાસ કરીને પ્રવાસીઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 6 પ્રવાસીઓ ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ટૂંક સમયમાં જ ખતમ કરવામાં આવશે અને આતંકવાદીઓના સમર્થકોને પણ બક્ષવામાં આવશે નહીં. 

  • Follow us on: