- સપ્તાહમાં ત્રણ પ્રસુતા મહિલાના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર
- માણાવદરની ટ્યુલીપ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારી
- ડોક્ટરની બેદરકારીને કારણે આ ત્રણે પરિવાર નોધારા બન્યા
માતૃત્વનું સુખ માણે તે પહેલા જ માતાએ મોતની સોડ તાણી લેતા નવજાત બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ એક કિસ્સો નથી પરંતુ માણાવદર તાલુકામાં એક સાથે એક જ અઠવાડિયાની અંદર આવા ત્રણ કિસ્સાઓ સામે આવતા હાહાકાર મચી ગયો છે. અને આ તમામ કિસ્સાઓમાં એક જ વસ્તુ સામાન્ય છે તે છે ડોક્ટરની બેદરકારી અને એ હોસ્પિટલ છે માણાવદરની ટ્યુલીપ હોસ્પિટલ.
સપ્તાહમાં ત્રણ પ્રસુતા મહિલાના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલી હોસ્પિટલમાં સારવાર લેતી વખતે અને સારવાર લીધા બાદ એક જ સપ્તાહમાં ત્રણ પ્રસુતા મહિલાના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર બચી ગઈ છે એક જ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પશુઓના મોત થતા પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીના આક્ષેપો કર્યા છે અને ત્રણેય મૃતક મહિલાઓના પરિવારજનો દ્વારા ડોક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસમાં અરજી કરવામાં આવી છે. માણાવદર તાલુકાના જીંજરી ગામના રહેવાસી રાજગીરી મેઘનાથીના ધર્મપત્તિ ધર્મિષ્ઠાબેન ગર્ભવતી હતા એ સમયથી જ તેને માણાવદરની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. ત્યારે ધર્મિષ્ઠાબેનને ડિલેવરીના સમયે પણ હોસ્પિટલમાં જ લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર જયદીપ ભાટુ અને ડોક્ટર દીક્ષા ભાટુ દ્વારા તેમની ડિલેવરી કરવામાં આવી હતી. ત્યારે ડોક્ટર ધર્મિષ્ઠાબેનને ઓપરેશન કરવા માટે કહ્યું હતું અને એક કાગળ ઉપર ધર્મિષ્ઠાબેનના પતિ રાજગીરીની સહી કરવામાં આવી હતી. ત્યારબાદ ધર્મિષ્ઠાબેનને એક પુત્રીનો જન્મ થયો હતો. તથા હોસ્પિટલમાં રોકાયા બાદ બે દિવસ બાદ અચાનક ધર્મિષ્ઠાબેનની તબિયત બગડતા હોસ્પિટલમાં જ લેબોરેટરી રિપોર્ટ કરાવ્યા હતા અને ધર્મિષ્ઠાબેનને કમળો થયો છે તેમને રાજકોટ લઈ જવા પડશે ત્યારે રાજકોટ લઈ જતા ધર્મિષ્ઠાબેનનું મૃત્યુ થયું હતું.
પત્નીને 108 મારફત જુનાગઢ લઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું - મૃત્યુ પામનારના પતિ
માણાવદર તાલુકાના કોઠારીયા ગામના ઉદય જાટીયાના પત્ની વૈશાલીબેન ગર્ભવતી હોવાથી કોઠારીયા નજીક આવેલ હોસ્પિટલમાં સારવાર કરાવતા હતા અને ડિલેવરી સમયે પણ ડોક્ટર જયદીપ ભાટુ અને ડોક્ટર દિશા ભાટુ દ્વારા ડિલેવરી માટેની સંભવિત તારીખ આપતા વૈશાલી બેનને ડિલેવરી માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને દીકરીને જન્મ આપ્યા બાદ થોડા સમયમાં જ તબિયત લથડતા સારવાર માટે જૂનાગઢ લઈ ગયા બાદ મોત નીપજ્યું હતું. તેમજ માણાવદર તાલુકાના ભીંડોરા ગામના પ્રવિણાબેન ગર્ભવતી થયા બાદ તેમનું રૂટિન ચેકઅપ માણાવદરની ટ્યુલીપ હોસ્પિટલમાં જ કરાવવામાં આવતું હતું. જ્યાં ડોક્ટર જયદીપ ભાટુ અને દિશા પાટુ બંને તેની સારવાર કરતા હતા. ડોક્ટર ભાટુએ નોર્મલ ડિલિવરી થઈ જશે તેવું જણાવ્યું હતું અને થોડા કલાકો બાદ જોયા બાદ ફરી ડોક્ટર ભાટુએ કહ્યું હતું કે પ્રવિણાબેનનું સિઝેરિયન કરવું પડશે. ત્યારે જે સારવાર યોગ્ય લાગે તે કરો મે એવું કહ્યું હતું. અને ત્યારબાદ ડોક્ટર ભાટુએ સિઝેરિયન કરતા એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો હતો. અને સિઝેરિયન બાદ મારા પત્નીના શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતું અને ત્યારબાદ ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે મારા પત્ની પ્રવિણાને વધુ સારવાર માટે જુનાગઢ લઈ જવામાં આવે ત્યારબાદ હું મારા પત્નીને 108 મારફત જુનાગઢ લઈ ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.
બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે
એક જ સપ્તાહમાં માણાવદરના ત્રણ પરિવારોની અલગ અલગ ગામના પ્રસૂતા મહિલાના મોતના મામલે ડોક્ટર ભાટુ ઉપર બેદરકારીના આક્ષેપો લાગી રહ્યા છે. તો આ બાબતે ડોક્ટર ભાટુએ જણાવ્યું હતું કે આ જેટલા પણ આરોપો કે ફરિયાદો પાયા વિહોણા છે. આ ફરિયાદોનું કોઈ મૂળ નથી હોસ્પિટલ અને હોસ્પિટલના ડોક્ટરોને બદનામ કરવા માટેનું આ કાવતરું રચવામાં આવ્યું છે. આ ત્રણે મહિલાઓની જે ઘટના બની છે તે ઘટનાઓ પાયા વિહોણી છે અફવાઓ પર ધ્યાન ન આપવું અને વસ્તુ પરિસ્થિતિને સમજવી. એનેસ્થેસ્યા ડોક્ટરની હાજરી વગર ઓપરેશન શક્ય નથી. ત્રણેય ઘટનામાં બાળકોના જન્મ બાદ તેની માતાનું મૃત્યુ થતાં બાળકોએ માતાનો પાલવ તો ગુમાવ્યો પરંતુ ડોક્ટરની બેદરકારીને કારણે આ ત્રણેય પરિવાર નોધારા બન્યા છે અને આ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.