અરવલ્લીમાં શામળાજીના અણસોલ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. શામળાજીના અણસોલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લઈ સર્જયો અકસ્માત. વાહન ચાલક અકસ્માત સર્જીને રાર થઈ ગયો. વાહનની અડફેટે આવનાર બાઈકસવારના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું.પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પંહોચી.
અણસોલ પાસે ગંભીર અકસ્માત
શામળાજીના અણસોલ પાસે મોડી રાત્રે એક અજાણ્યા વાહનચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી. બાઈક પર ત્રણ યુવાનો સવારી કરી રહ્યા હતા. અને ભારે વાહનની અડફેટે આવતા યુવાનો ગંભીર રીતે નીચે પટકાયા. નીચે પટકાતા યુવાનોને માથા પર ગંભીર ઇજા પંહોચી. દરમિયાન અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટના બાદ તુરંત ફરાર થઈ ગયો. જ્યારે અણસોલ હાઈવે પર માર્ગ પર નીચે પડેલા યુવાનોની મદદ કરવા ત્યાંના સ્થાનિકો ભેગા થયા. પરંતુ સ્થાનિકો એમ્બ્યુલન્સ બોલાવે તે પહેલા જ ગંભીર ઇજાના કારણે બાઈક પર સવાર ત્રણ યુવાનોના મોત નિપજયા.
સ્થાનિકો રોષે ભરાયા
અણસોલ પાસે સર્જાયેલ ગંભીર અકસ્માતના કારણે ત્યાંના સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો. અકસ્માતને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો. જેના કારણે બીજા વાહનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોનું કહેવું છે કે સર્વિસ રોડ પરથી પસાર થતા ભારે વાહનોના કારણે વારંવાર આ સ્થાન પર અકસ્માતના બનવા બનતા હોય છે. જેને લઈને લોકોએ અનેક વખત આ સમસ્યા દૂર કરવા તંત્રને રજૂઆત કરી હતી. મોડી રાત્રે ભારે વાહનની ટક્કરથી બાઈક સવારના મોત થવાની ઘટનાની જાણ થતાં જિલ્લા LCB, સહિત અન્ય પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણે વ્યક્તિના મૃતદેહનો પીએમ અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલ મોકલી આપ્યા. શામળાજી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થનાર વાહનચાલકને શોધવા તજવીજ હાથ ધરી.
બસ રોડી પરથી ઉતરી જતા બની દુર્ઘટના
અરવલ્લીના શામળાજીમાં પાસે અન્ય એક અકસ્માતની ઘટના બનવા પામી. શામળાજી પાસે મેરાવાડા નજીક એસટી બસ રોડ પરથી ઉતરી જતા અકસ્માતનો બનાવ બન્યો. અમદાવાદ-બાંસવાડા બસને અકસ્માત થયો. બસમાં સવાર મુસાફરોને નાનીમોટી ઈજાઓ થઈ. સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.