• યુવક-યુવતીનો વીડિયો ઉતારી કરાયો હતો વાયરલ
  • વીડિયો વાયરલ કરવા મામલે ગોત્રી પોલીસે કરી કાર્યવાહી
  • યુવક યુવતીઓના વીડિયો ઉતારી બ્લેક મેલ કરતા હતા

રાજ્યમાં ફરી એકવાર કોમવાદ ફેલાવવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વડોદરામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે યુવક યુવતીઓના વીડિયો ઉતારી બ્લેક મેલ કરતા હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં યુવકોને કોલર પકડીને નામ પૂછી ઉશ્કેરાટ થાય તેવો વીડિયો બનાવ્યો હતો.

ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વડોદરાના અકોટા વિસ્તારમાં એક આઈસક્રીમની દુકાનમાં બે માસ અગાઉ યુવક-યુવતી બેઠા હતા. આ સમયે કેટલાક યુવકો તેમની પાસે આવ્યા હતા અને ડાયરેક્ટ યુવકનો કોલર પકડી લીધો હતો. ત્યારબાદ આ તમામે યુવકને તેનું નામ અને સરનામું પૂછ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ તેઓએ બનાવ્યો હતો. જે બાદ તેઓએ યુવક-યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને વીડિયો વાયરલ કરી દીધો હતો.

જેના પર વીડિયો મામલે ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો વાયરલ કરવા મામલે ગોત્રી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ફતેપુરા વિસ્તારના મુસ્તકીન ઈમ્તિયાઝ શેખ, પાણીગેટ વિસ્તારના બુરાનવાલા નજુમિયા સૈયદ અને રાજમહેલ રોડ વિસ્તારના સાહિલ સહાબુદ્દીન શેખ નામના ત્રણ યુવકોને ઝડપી લીધા છે. હાલ ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે DCP અભય સોનીનું નિવેદનમાં જણાવ્યું કે, હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતી મળ્યા હતા. અને તેમને સોશિયલ મીડિયા પર એક ગ્રુપ પણ બનાવ્યું હતું. કેટલાક લોકોએ વીડિયો બનાવ્યો હતો અને વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપતા હતા. એટલું જ નહીં મુસ્લિમ સમાજના લોકો ચલાવે છે સોશ્યલ મીડિયા ગ્રુપ જેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. હાલમાં કોમી વૈમનસ્ય ન ફેલાય તે અંગે પોલીસે કાર્યવાહી કરી છે. 

  • Follow us on: