સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૧૯૯૫ થી ૨૦૨૦ સુધીમાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ કુલ ૭૮.૭૬ હેક્ટર વિસ્તારમાં કાર્બોસેલ ખનિજના ખનન માટે કુલ ૩૦ લીઝને મંજૂરી આપવામાં આવી છે, જે હાલમાં કાર્યરત છે. આ કુલ ૩૦ લીઝમાંથી વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીમાં ૧૨ લીઝની માપણી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં આ ૩૦ લીઝમાંથી રાજ્ય સરકારને કુલ રૂ. ૭૭૯ લાખથી વધુની રોયલ્ટી સ્વરૂપે આવક થઈ છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ખાણ અને ખનીજ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
આ મંજૂર થયેલી લીઝમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી













