તુર્કીના એરપોર્ટ પર 300 ભારતીય પેસેન્જરો ફસાયા છે. ફ્લાઈટ લંડનથી ભારત આવી રહી હતી તે દરમિયાન મેડિકલ ઈમરજન્સીના કારણે તુર્કીમાં પ્લેન ઉતાર્યું હતું. 12 કલાકથી વધુ સમય સુધી મુસાફરો તુર્કીમાં ફસાયા છે. અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર 300 ભારતીય પેસેન્જરોમાં વલસાડ પાથરીના બે વ્યક્તિઓ પણ સામેલ છે. 


તુર્કીના એરપોર્ટ પર ફસાયેલા 300 મુસાફરોમાં 2 મુસાફરો ગુજરાતના વલસાડના છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર તબિયત નાદુરસ્ત થવાને કારણે એક મુસાફર માટે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, તુર્કી એરપોર્ટ વિમાનને સંભાળવા માટે સજ્જ નહોતું. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મુસાફરોને રહેવાની વ્યવસ્થા આપવામાં આવી નથી અને તેમને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવી નથી, કારણ કે તે એક લશ્કરી થાણું છે.

  • Follow us on: