• ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં થીમ બેઝ પાર્ટી યોજાશે
  • શિલજ પાસે પાર્ટી પ્લોટમાં 12 કલાક સુધી ચાલશે ઉજવણી
  • સાંજે 4 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ઉજવણી ચાલશે

અમદાવાદમાં 31stની ઉજવણીને લઈ વિશેષ આયોજનો થઇ રહ્યાં છે. જેમાં ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટમાં થીમ બેઝ પાર્ટી યોજાશે. શિલજ પાસે પાર્ટી પ્લોટમાં 12 કલાક સુધી ઉજવણી ચાલશે. સાંજે 4 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ઉજવણી ચાલશે.

પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ અને ડૉક્ટરની ટીમ પણ સ્ટેન્ડ બાય

[[$googlead]]

પાર્ટી પ્લોટમાં એમ્બ્યુલન્સ અને ડૉક્ટરની ટીમ પણ સ્ટેન્ડ બાય રહેશે. અમદાવાદમાં 31ની ઉજવણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રિંગ રોડ પર શીલજ પાસે સ્કાય પાર્ટી પ્લોટમાં સતત 12 કલાક સુધી ઉજવણી ચાલશે. 31stની ઉજવણીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉજવણીના ઉન્માદમાં દારુનું સેવન કર્યુ તો ખેર નહિ. જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનરને સૂચના છે કે રાજ્યમાં 3 હજાર બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ થશે.

[[$alsoread]]

પાર્ટીમાં શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા સૂચન

14 કીટથી ડ્રગ્સના સેવન અંગે ચેકિંગ થશે. તાલીમબદ્ધ સ્નિફર ડોગનો પણ ચેકિંગમાં ઉપયોગ લેવાશે. મહિલા હેલ્પ ડેસ્કની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. SHE ટીમ પણ તમામ સ્થળોએ તૈનાત રહેશે. ક્રાઇમ બ્રાન્ચ અને ATSને પણ સતર્કતાથી વોચ રાખશે. સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે. તથા હોટલ, રિસોર્ટ, ફાર્મ હાઉસમાં પણ પોલીસ વોચ રાખશે. પાર્ટીમાં શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા સૂચન આપવામાં આવ્યા છે. 

  • Follow us on: