• યુવરાજસિંહ જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
  • શિવુભાના આવતીકાલે થાય છે રિમાન્ડ પુરા
  • શિવુભા પાસેથી વધુ 7.5 લાખ રૂપિયાની રિકવરી થઇ

ભાવનગર તોડકાંડમાં 6 આરોપી જેલ હવાલે કરાયા છે. જેમાં યુવરાજસિંહ જાડેજાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે થયા છે. તેમાં યુવરાજના સાળા શિવુભાના આવતીકાલે રિમાન્ડ પુરા થાય છે.

આજ વધુ 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા

[[$googlead]]

ડમી ઉમેદવાર કાંડના 33 આરોપીઓ જેલ હવાલે છે. જેમાં ગઈકાલ 27 આરોપીઓ જેલ હવાલે હતા. તેમાં આજ વધુ 6 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તોડકાંડમાં સંડોવાયેલા અને યુવરાજસિંહના સાળા શિવુભા એક માત્ર પોલીસ રિમાન્ડ ઉપર છે. તેમજ ભાવનગર તોડકાંડ મામલે પોલીસે વધુ રૂપિયા 7.5 લાખની રિકવરી કરી છે. પોલીસે અત્યારસુધીમાં રૂપિયા 1 કરોડમાંથી 84 લાખ રૂપિયાની રિકવરી કરી છે. જેમાં યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી વધુ 7.5 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે.

[[$alsoread]]

એક મિત્ર પાસેથી 2.5 લાખ જેટલી રકમ પોલીસે રિકવરી કરી

શિવુભાના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 5 લાખ અને તેમના એક મિત્ર પાસેથી 2.5 લાખ જેટલી રકમ પોલીસે રિકવરી કરી છે. ભાવનગરમાં ડમીકાંડ બાદ તોડકાંડમાં પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં આજે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટમાં જતાં પહેલાં તેમણે કહ્યું હતું કે, આ તો માત્ર શરૂઆત છે અંત હજી બાકી છે. યુવરાજસિંહની ધરપકડ કરાયા બાદ કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં. જે આજે પૂર્ણ થતાં યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.

યુવરાજસિંહને જેલ હવાલે કરવા આદેશ

કોર્ટમાં પહોંચે એ પહેલાં યુવરાજસિંહે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે 'આ તો શરૂઆત છે; અંત બાકી છે, પાંચ પાંડવો પણ આવશે અને ઘણુંબધું બહાર આવશે.યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ભાવનગર કોર્ટે હુકમ કર્યો હતો. જેલમાં જતા પહેલાં બોલ્યા હતા કે, આ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી હજી લડવાનું છે. 

  • Follow us on: