ઉનાળાના સમયે આગ લાગવાની ઘટના વાંરવાર બનતી હોય છે ત્યારે આવી જ એક ઘટના ઓઢવ રિંગરોડ પર બની હતી જેમાં પોલીસની ચોકી પાસે રહેલા વાહનોમાં આગ લાગી હતી અને વાહનો બળીને ખાખ થયા હતા.ત્યારે આ સમગ્ર ઘટનામાં કુલ 34 વાહનો બળીને ખાખ થયા હતા,તો ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.


[[$googlead]]

અમદાવાદમાં ડિટેઇન કરેલા વાહનમાં આગ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલા વાહનમાં આગ લાગતા 34 વાહનો બળીને ખાખ થયા હતા,ડિટેઇન કરેલા ટુ વ્હીલરમાં આગ લાગી હતી,પોલીસે હવે એ દિશામાં તપાસ હાથધરી છે કે,આ આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી,ત્યારે સમગ્ર ઘટનામાં FSLની ટીમ પણ તપાસ કરી રહી છે,આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે,ઓઢવ રિંગરોડ પર ટ્રાફિક પોલીસે કર્યા હતા વાહન ડિટેઇન અને ડિટેઈન કરીને તેને ચોકીની પાસે મૂકયા હતા.

[[$alsoread]]

સવારે અચાનક ટુ વ્હીલરમાં આગ લાગી

અમદાવાદના આઈ ડિવિઝન પોલીસ સ્ટેશને ડિટેઈન કરેલા વાહનોમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી અને એક સાથે 34 વાહનો બળીને ખાખ થતા ફાયરના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા,આગ બીજા વાહનોમાં પ્રસરે નહી તેને લઈ ફાયર વિભાગે આગ પર ત્વરિત કાબુ મેળવી લીધો હતો.

26 માર્ચ 2025ના રોજ બોરસદ પોલીસ સ્ટેશનમાં બની આવી ઘટના

બોરસદ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં અચાનક આગ લાગવાથી વિવિધ ગુનામાં જપ્ત કરાયેલા 25 જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા હતા. આગનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી. ત્યારે શોર્ટસર્કિટ થયું હોવાનો પોલીસ દાવો કરી રહી છે.બોરસદ શહેર પોલીસે પ્રોહિબિશન અને જુગારના ગુનાઓમાં જપ્ત કરેલા વાહનો પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં રાખવામાં આવ્યા હતા.

 

  • Follow us on: