હોળી અને ધુળેટીના તહેવારો ઉત્સાહ અને ઉલ્લાસ સાથે અણબનાવ બનતા હોય છે, હોળી અને ધુળેટીના તહેવારોને લઇ પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ સજ્જ છે. ત્યારે ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા છે. જેમાં અકસ્માત અને મારામારીની અઢળક ઘટના બની છે.
મળતી માહિતી મુજબ, ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો થયો છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના સાંજે 6 વાગ્યા સુધીમાં 3485 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો બન્યા છે. તો બીજી તરફ ધુળેટીના પર્વ દરમ્યાન મારામારીના 360 બનાવો બન્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 95 અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ બાદ સુરતમાં 93 બનાવો અકસ્માતના સામે આવ્યા છે. વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો બન્યા છે.
ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસ નોંધાયા
- સાંજે 6 વાગ્યા સુધીમાં 3485 કેસ નોંધાયા
- સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો બન્યા
- ધુળેટીના પર્વ દરમ્યાન મારામારીના 360 બનાવો
- સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં
- અમદાવાદ બાદ સુરતમાં 93 બનાવો અકસ્માત
- વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માત
108 ઈમરજન્સી સેવાના ડેટા અનુસાર હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં વધારો થયો છે. ધુળેટીના દિવસે કુલ 3485 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. ઈમરજન્સીના બનાવોમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો, જ્યારે મારામારીના 360 બનાવો બન્યા છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો ચિંતાજનક છે. ખાસ કરીને રોડ અકસ્માતો અને શારીરિક હુમલાના કેસોમાં વધારો થવાથી તંત્રની ચિંતા પણ વધી છે. જો અકસ્માતના કેસોની વાત કરવામાં આવે તો સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં નોંધાયા, સુરતમાં 93 બનાવો અકસ્માતના કેસ નોંધાયા, વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો નોંધાયા છે.









