- કાલ મેઘસવાની 33 પેટીમાં 1320 બોટલ સિરપ
- GEREGEM સિરપની 64 પેટીમાંથી 2560 બોટલ
- વડોદરામાંથી ઝડપાયેલા બે આરોપીઓનો પોલીસે કબજો લીધો
ખેડા જિલ્લા ના બિલોદરા માં નશાકારક સીરપમાં મોતનો મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં વિવિધ સ્થાનો પર પોલીસે દરોડા પાડ્યા છે. આ વચ્ચે આરોપી યોગેશ સિંધી રિમાન્ડ દરમિયાન એકબાદ એક ખુલાસા કરી રહ્યો છે. જેમાં ડભાણ માંથી પકડાયું મોટું સિરપનું ગોડાઉન ઝડપાયું છે. તેમજ વડોદરામાંથી ઝડપાયેલા બે આરોપીઓનો પોલીસે કબજો લીધો છે.
છેલ્લા થોડાં દિવસોથી રાજ્યમાં નકલી નશાયુક્ત સિરપની ઘટના સામે આવી રહી છે. જેમાં 6 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. આ વચ્ચે તપાસ દરમિયાન એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં ડભાણમાંથી સિરપનું ગોડાઉન પકડાયું છે. આ દરમિયાન આ ગોડાઉનમાંથી સિરપની 97 પેટીઓ ઝડપાઈ, જેની અંદર ગોડાઉનમાં 3780 નંગ સિરપની બોટલ જપ્ત કરવામાં આવી છે.

આ ગોડઉનમાં કાલ મેઘસવાની 33 પેટીમાં 1320 બોટલ સિરપ મળી આવી છે. જ્યારે GEREGEM સિરપની 64 પેટીમાંથી 2560 બોટલ જપ્ત કરવામાં આવી છે. આ તમામ બોટલની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં આરોપીની પૂછપરછમાં એકબાદ એક ખુલાસા થઈ રહ્યા છે.
આ મામલે ખેડા પોલીસને નશાકારક સિરપ મોતનો સમાન મળી આવતા પોલીસે પણ તપાસ તેજ બનાવી છે. સિરપ કાંડમાં ઝડપાયેલા આરોપી કિશન સોઢા ભાજપનો પૂર્વ કોષાધ્યક્ષની સાથે સાથે બિલોદરા ગ્રામ પંચાયતનો સભ્ય પણ હોવાનું સામે આવ્યું છે. હાલના ઇન્ચાર્જ સરપંચ નિલેશભાઈએ તાલુકા વિકાસ અધિકારીને આ મામલે રજૂઆત પણ કરી છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી શું પગલાં લે છે તેની પર સૌની નજર મંડાયેલી છે.









