• જૈન અધ્યયનના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા

  • 'સેન્ટર ઓફ્ જૈન મેન્યુસ્ક્રિપ્ટોલોજી'ને રૂ.40 કરોડની રકમ મંજૂર
  • જૈન અધ્યયનના ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવામાં મદદરૂપ સાબિત

ગુજરાત યુનિવર્સિટી ખાતે 'સેન્ટર ઓફ્ જૈન મેન્યૂસ્ક્રિપ્ટોલોજી'(જીયુસીજેએમ)ને લઘુમતી બાબતોના મંત્રાલયે મંજૂરી આપી છે. જૈન અધ્યયનના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા અને શિક્ષણ અને સંશોધન દ્વારા લઘુમતી સમુદાયોના સશક્તીકરણના મહત્વને સમજીને પીએમજેવીકે યોજના હેઠળ લઘુમતી બાબતોના મંત્રાલયે યુનિવર્સિટીમાં અપાભર્ષ અને જૈન ધર્મની પ્રાકૃત ભાષાના વિકાસ માટે શૈક્ષણિક સમર્થનના હેતુથી જૈન જ્ઞાન કેન્દ્રની સ્થાપના માટે મંજૂરી આપી છે. 'વિરાસત સે વિકાસ' અને 'વિરાસત સે સંવર્ધન'ની ભાવનાથી પ્રેરાઈને PMના 'પંચ પ્રાણ'થી પ્રેરિત લઘુમતી બાબતોના મંત્રાલયે ગુજરાત યુનિવર્સિટીમાં 'સેન્ટર ઓફ્ જૈન મેન્યુસ્ક્રિપ્ટોલોજી' (જીયુસીજેએમ)ને રૂ. 40 કરોડની રકમ મંજૂર કરી છે. આ કેન્દ્ર યુનિવર્સિટી અને મંત્રાલય વચ્ચે જોડાણની સુવિધા આપશે, જેથી ભારતમાં લઘુમતી સમુદાયો માટે જૈન અધ્યયનના ક્ષેત્રમાં જૈન અધ્યયનના ક્ષેત્રમાં સંશોધન હાથ ધરવામાં મદદરૂપ સાબિત થશે.


  • Follow us on: