• એક્ઝિબિશનમાં નવરાત્રિ કલેક્શનના નામે ડુપ્લિકેટ પ્રોડક્ટ સેલ કરાય છે

  • એક્ઝિબિશનમાં ટેક્સ ચોરી કરવા અને બિલ વગર પ્રોડક્ટ આપીને ટેક્સ ચોરી
  • એક્ઝિબિશનના સંચાલકો વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી થાય તેવી લોકમાંગ

સિટીમાં ફેસ્ટિવલ સિઝન શરૂ થાય તે પહેલા ડિસ્કાઉન્ટ ઓફર, લિમિટેડ સ્ટોક અને એક્સક્લૂઝિવ કલેક્શનના નામે ફેક એક્ઝિબિશન યોજાતા હોય છે. એક્ઝિબિશનના નામે ગ્રાહકોને લૂંટતું આવું જ એક્ઝિબિશન અમદાવાદના ધ ગ્રાન્ડ ભગવતી ખાતે શુક્રવારથી પ્રારંભ થયો છે. 'નક્ષત્ર એક્ઝિબિશન'ના નામે આયોજિત આ એક્ઝિબિશનમાં ટેક્સ ચોરી કરવા માટે ગ્રાહકોને GST અને બિલ વગર પ્રોડક્ટ આપીને ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે. 75 ડિઝાઈનરના એક્સક્લૂસિવ કલેક્શનના નામે આ એક્ઝિબિશનમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ નવરાત્રિ સ્પેશિયલ કલેક્શનના નામે વેચાઈ રહ્યાં હોવાથી ગ્રાહકોમાં ફરિયાદ ઉઠી છે. એક્ઝિબિશનના પ્રથમ દિવસે ગ્રાહકો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે આ એક્ઝિબિશનમાં કોઈ પણ ધારા ધોરણો વગર પ્રોડક્ટના ભાવ રાખીને ગ્રાહકોની ઉધાડી લૂંટ કરવામાં આવી રહી છે. કન્ઝયૂમર ફોરમ આ એક્ઝિબિશનના સંચાલકો વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે. આ પહેલા પણ નક્ષત્ર એક્ઝિબિશનમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ વેચાતી હોવાની રાવ ઉઠી હતી. હવે નવરાત્રિ તહેવાર નજીક આવી રહ્યો હોવાથી શોપિંગના શોખિન અમદાવાદીઓને એક્ઝિબિશનના નામે છેતરનારા નક્ષત્ર એક્ઝિબિશનથી સિટીના લોકોમાં સેલના નામે છેતરપિંડી થઈ રહી છે. આ એક્ઝિબિશનના સંચાલક ડ્રાયફ્રૂટના બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે. જ્યાં પણ તેઓ જીએસટીની ચોરી કરતા હોવાનું પણ ચર્ચાય છે.


  • Follow us on: