- ભારતીય ક્રિકેટ ટીમ ક્લીન સ્વિપ સાથે મેદાને ઉતરશે
- ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ દ્વારા પ્રેક્ટિસ
- 11.30 વાગ્યાથી દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે
રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે રમાશે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમ ક્લીન સ્વિપ સાથે મેદાને ઉતરશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ દ્વારા પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. મેચને લઈ રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. જેમાં 11.30 વાગ્યાથી દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે.
છેલ્લી 10 વન-ડેમાં ખૂબ સારું પ્રદર્શન રહ્યું
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે વર્લ્ડ કપ પહેલા આ સીરીઝ મહત્વની છે. છેલ્લી 10 વન-ડેમાં ખૂબ સારું પ્રદર્શન રહ્યું છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવાના ઈરાદા સાથે રાજકોટમાં મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 2-0થી આગળ છે. રાજકોટમાં ત્રીજી વનડે બુધવારે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ મેચ માટે બંને ટીમોના પ્લેઇંગ 11માં મોટા ફેરફારો જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યા સિવાય ઓપનર શુભમન ગિલ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ પ્લેઈંગ 11માં સામેલ કરાશે નહીં.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ 11
ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, સીન એબોટ









