ડીસામાં બુધવારે ડીસા GIDCમાં આવેલ નવકાર ડેરી પ્રોડક્ટસ નામના યુનિટમાં અખાદ્ય ઘી બનતું હોવાની બાતમીના આધારે રેડ કરી હતી. ફેક્ટરીમાં બનતો ઘીનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો.


જેથી ગૌમુખ, જયવર્ધન સહિત જુદા જુદા માર્કાના અલગ અલગ પેકિંગમાં કુલ 4037 કિલો ગાયના ઘીનો જથ્થો કિં.રૂ.17,50,074 સીઝ કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ડીસામાં નવકાર ડેરી પ્રોડક્ટસમાં રેડ કરતા ઘીનો જથ્થો શંકાસ્પદ જણાતા તેને સીઝ કરવામાં આવ્યો છે. ડીસામાં નકલી ઘી બનાવતા માફિયાઓને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ બિન્દાસ નકલી ઘી બનાવાય રહ્યું છે. નવકાર ડેરી પ્રોડક્ટસ જેનું લાઈસન્સ રદ કરેલ હતું છતાં કાયદાના ઉપરવટ થઈને ઘી બનાવતા હોવાની માહિતી મળતા જ ફૂડ વિભાગે રેડ કરી હતી.


  • Follow us on: