- ખરીદવાના બહાને રૂ 4.55 કરોડનો હીરો બદલ્યો હતો
- આરોપી હિતેશ પુરોહિતે ખરીદવાના બહાને હીરો બદલ્યો
- કોર્ટે મુદ્દામાલની દોઢી રકમના બોન્ડ પર જામીન આપ્યા
સુરતમાં રૂ 4.55 કરોડનો હીરો બદલી નાખવાના કેસમાં હીરો પરત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આરોપીએ હીરો જોવાના બહાને બદલી લીધો હતો.વેપારી યોગશ કાકલોતરનો 10.08 કેરેટનો રૂ 4.35 કરોડનો હીરો વેચાણ અર્થે આપ્યો હતો.આરોપી હિતેશ પુરોહિતે હીરો ખરીદવા હાથમાં લઈ જોવાના બહાને નકલી હીરાથી બદલી નાખ્યો હતો.કોર્ટે મુદામાલની કિંમતની દોઢી રકમના જામીન અને તેટલી રકમના બોન્ડ પર આ હુકમ કર્યો હતો.
કોર્ટે કર્યો હુકમ કે હીરો પરત આપો
મહિધરપુરા હીરા બજારના વેપારી યોગશ કાકલોતરનો 10.08 કેરેટનો 4.55 કરોડનો હીરો વેચાણ અર્થે દલાલ મારફત આપતા આરોપી હિતેશ પુરોહિતે આ હીરો ખરીદવા હાથમાં લઈ જોવાના બહાને નકલી હીરાથી બદલી નાંખ્યો હતો. આ અંગે ફરિયાદીએ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડી હીરો કબજે લીધો હતો હતો. આથી મુદ્દામાલ છોડાવવા માટે યોગેશ કાકલોતરએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે મુ્દામાલની કિંમતની દોઢી રકમના જામીન અને તેટલી રકમના બોન્ડ પર આ હુકમ કર્યો હતો.

વેપારીની નજર ચૂકવી હીરાની હેરફેર કરી હતી
મહિધરપુરા પોલીસ મથકમાં 4.55 કરોડની કિંમતના હીરાની બદલી મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. હીરાબજાર એલબી ચાર રસ્તા પાસે કેબિન રાખી ધંધો કરતા વેપારીએ હીરો ખરીદવાને બહાને હીરા વેપારીને હીરો લઈને ઓફિસે બોલાવ્યા બાદ સોદો કરી વેપારીની નજર ચુકવી 10.08 કેરેટનો ડી કલરનો વીવીએસ ટુ પ્યોરીટીનો નેચરલ હીરો બદલી તેની જગ્યાએ સીવીડી હીરો મુકી સેમાંથી રૂપિયા લઈને આવું છું હોવાનું કહી હીરો લઈ મોબાઈલ બંધ કરી રખું ચક્કર થઈ ગયો હતો જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બીજા દિવસે પેમેન્ટ આપાવાની વાત થઈ હતી
ચિરાગભાઈના પુત્ર અક્ષતે ગત તા 8 જૂનના રોજ મૂળ માલીક યોગેશભાઈ પાસેથી હીરો જાગંડપર હીરો લઈ હિતેશ પુરોહીતને તેની ઓફિસમાં બતાવ્યો હતો. હિતેશે બીજા દિવસે પેમેન્ટ આપાવાની વાત કરતા અક્ષતે ના પાડી હીરો પરત તેના મુળ માલીકને આપી દીધો હતો. જોકે, ત્યારબાદ 25મીના રોજ ફરી દલાલે ફોન કરતા અક્ષત હીરો લઈને હિતેશ આવી વેચાણ કરવા માટે પુરોહિતની ઓફિસે ગયા હતા.









