• ચાંદીપુરા વાયરસથી મોત બાદ તંત્ર એક્શનમાં
  • ભિલોડા કંથારીયા વિસ્તારમાં સર્વે હાથ ધરાયો
  • આરોગ્યની વિભાગની ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાઈ

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે ફેલાવી દહેશત ફેલાઈ છે.સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી 4 બાળકોના મોત થતા તંત્રમાં દોડધામ મચી છે,તો બીજી તરફ મૃત બાળકોના રિપોર્ટ તપાસ અર્થે પૂના મોકલવામાં આવ્યા છે.

અરવલ્લીમાં સર્વેની કામગીરી હાથધરાઈ

ચાંદીપુરા વાયરસને લઈ લૂછડીયા પ્રાથમિક આરોગ્ય ટીમે સર્વેની કામગીરી હાથધરી છે.અરવલ્લી જિલ્લામાં જીવલેણ વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.અરવલ્લીના 2 દર્દીના શંકાસ્પદ વાઈરસથી મોત થયા છે તેને લઈ શંકા થઈ રહી છે કે,ચાંદીપુરા વાયરસથી આ મોત થયુ હોય.ભિલોડા કંથારીયા વિસ્તારમાં આરોગ્યની વિભાગની ટીમો દ્રારા સર્વે કરવામાં આવી રહ્યો છે.2 દર્દી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


અધિકારીઓએ કરી બેઠક

કોરોના વાયરસ તો લોકો ભૂલી શકતા નથી તેની વચ્ચે એક નવો વાયરસ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રવેશ્યો છે,જેમાં અત્યાર સુધી 4 બાળકો મોતને ભેટયા છે.ચાંદીપુરા વાયરસથી મોત થયુ હોવાનું આરોગ્ય વિભાગને લાગી રહ્યું છે,સમગ્ર ઘટના બનતાની સાથે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાબરકાંઠા જિલ્લામાં દોડી આવ્યા હતા અને તપાસ હાથધરી હતી.આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓને ગાંધીનગરમાં બેઠક કરી છે.

બે બાળકો સારવાર હેઠળ ખસેડાયા

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આ વાયરસ ફેલાઈ રહ્યો છે,અત્યાર સુધી આ વાયરસને લઈ 6 લોકોને દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 4 ના મોત થયા છે,તો 2 દર્દીઓ હજી સારવાર હેઠળ છે,મહત્વનું છે કે,આ વાયરસ ગુજરાતના બે જિલ્લામાં પ્રવેશ્યો છે તેને લઈ આરોગ્યતંત્ર પણ એલર્ટ મોર્ડ પર છે,વાયરસ આગળ પ્રસરે નહી તેને લઈ દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે,તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્રારા ઘરે ઘરે જઈ ચકાસણી કરવામાં આવી રહી છે.

ચાંદીપુરમ વાયરસના લક્ષણો

ચાંદીપુરમ વાઇરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે, અને શરીરે ચામડી પર ચાઠાં ઉપસી આવે છે. માથું ચક્રાવે ચઢે છે અને આંખો લાલ થઇ જાય છે, શરીરે આશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, આ વાયરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે.ચાંદીપુરા વાયરસ એ માખીથી ફેલાતો વાયરસ છે.

  • Follow us on: