• આણંદથી રાપર જતી ST બસને નડયો અકસ્માત
  • ST બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  • રાધનપુરના ખારિયાપુલ નજીક સર્જાયો અકસ્માત

રાધનપુર હાઈવે પર આણંદથી રાપર જતી એસટી બસને અકસ્માત નડયો હતો જેમાં 4 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા છે.6થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડયા છે,બન્ને વાહનો ધડાકાભેર સામસામે અથડાયા હતા,એસટી બસના કંડકટર અને ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું છે.

6 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સમગ્ર ઘટનામાં 6 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા,ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મુસાફરોના નિવેદન નોંધ્યા હતા.મોડીરાત્રે 3 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો.કોના વાંકના કારણે આ અક્સ્માત સર્જાયો તેની માહિતી સામે આવી નથી.સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.


બે મહિના અગાઉ ટીંટોઈ ખાતે પણ આજ રીતે અકસ્માત સર્જાયો

મોડાસાના ટીંટોઇ પાસેથી બામણવાડથી મોડાસા તરફ જતી એસટી બસ ટીંટોઇ પેસેન્જર ઉતારીને હાઇવે રોડ તરફ આવી રહી હતી. એવામાં સામેથી રોંગ સાઇડે ફૂલ સ્પીડમાં આવી રહેલ આઈશર ટ્રકે ધડાકાભેર બસને ટક્કર મારતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. બસમાં સવાર 16 મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. આસપાસથી લોકોના ટોળા ઉમટી પડયા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.


1 જુન 2024ના રોજ મોડાસા હાઈવે પર એસટી બસ અને લકઝરીનો અકસ્માત

મોડાસા-માલપુર હાઈવે પર માલપુર તરફથી આવતી એસ.ટી બસ અને મોડાસા તરફથી માલપુર તરફ જતી લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મોડાસા-માલપુર હાઈવે પર સાકરીયા બસ સ્ટેશન નજીક એસ.ટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

 

  • Follow us on: