- 24 વર્ષીય રણજીત યાદવનું હાર્ટ એટેકથી મોત
- 40 વર્ષીય આશિષ અકબરીનું હાર્ટ એટેકથી મોત
- રંગપર ગામે 43 વર્ષીય દિપક વેકરિયાનું મોત
રાજકોટ સહિત જેતપુરમાં છેલ્લા 12 કલાકમાં હાર્ટ એટેકના કારણે ચાર લોકોના મોત થયા છે. જેમાં તમામ લોકોને પણ પ્રકારની અન્ય બિમારી ન હોવાનું સામે આવ્યું છે. તેમજ એક શિક્ષક સહિત ચાર લોકોના મોત થયા છે. આ ઘટનાના કારણે ફરી એકવાર યુવનોની ચિંતામાં તેમજ તબીબોની ચિંતામાં વધારો થયો છે.
છેલ્લા થોડા સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા 12 કલાકમાં માત્ર રાજકોટ અને જેતપુરમાં જ ચાર લોકોના મોત થયા છે. આ વચ્ચે જેતપુરમાં યુવક રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો જ નહીં હોવાની ઘટના સામે આવી છે. જ્યારે બીજી ઘટનામાં 24 વર્ષીય રણજીત ઉપેન્દ્ર યાદવ બેભાન થઈ ગયો હતો. જ્યારે 43 વર્ષીય દિપક વેકરિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છે અને તેમનું પણ હાર્ટ એટેકથી નિધન થયું છે. તો 40 વર્ષીય આશિષ અકબરીનું પણ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ અંગેની માહિતી અનુસાર, જેતપુરના 22 વર્ષીય કિશન મકવાણાનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેમાં યુવક રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યો જ નહીં હોવાની માહિતી સામે આવી છે. જેમાં હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો. તેમજ પરિવારના જણાવ્યા અનુસાર, યુવક રાત્રે ગરબા જોવા માટે ગયો હતો જ્યાંથી આવ્યા બાદ સુઈ ગયા બાદ ઉઠ્યો જ ન હતો. જે પછી યુવકને સિવિલ હોસ્પિટલ લવાતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો,
જ્યારે અન્ય એક ઘટનામાં પડધરીનું રંગપર ગામ ખાતે 43 વર્ષના દિપક વેકરિયાને સવારે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જે પછી સારવારમાં માટે ખસેડવામાં આવ્યા જ્યાં એટેક આવ્યું હોવાનું સામે આવ્યું છે. દિપકભાઈ નાનાવડા ગામ લોધિકા ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકથી ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
અન્ય એક ઘટનામાં 24 વર્ષીય રણજીત યાદવ માર્કેટિંગ યાર્ડમાં કામ કરતો હતો અને અચાનક જ બેભાન થઈ ગયો હતો. જે પછી તેની તપાસ કરવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે 40 આશિષ પરસોત્તમ અકબરી મોરબી રોડ સવારે બેભાન થઈ ગયા હતા જે પછી તેમને પ્રાથમિક તપાસમાં જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે નોંધનીય છેકે, તેમને અગાઉ એટેક આવી જતા 7 વર્ષથી પથારીવશ હતા