- અમદાવાદના ઉમિયાધામમાં પીડિતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી
- કેરળ લવ જેહાદની 4 પીડિતાએ ઉમિયાધામમાં દર્શન કર્યા
- કેમ હાથી અને વાંદરાને પુજો છો આ રીતે મજાક કરતા હતા: પીડિતા શ્રુતિ
કેરળ લવ જેહાદની 4 પીડિતાએ ઉમિયાધામમાં દર્શન કર્યા છે. જેમાં અમદાવાદના ઉમિયાધામમાં પીડિતાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં દેશમાં લવ જેહાદ અટકાવવા 4 પીડિતાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પીડિતાએ જણાવ્યું હતુ કે લવ જેહાદનું સૌથી મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. તમામે ધર્માતરણ મુદ્દે જાગૃત થવાની જરૂર છે.

હું સનાતન ધર્મ વિશે અજાણ હતી
7 વર્ષ પહેલાં મારી સાથે આવું જ થયુ હતુ. તેમની જ્ઞાતીની વાતોથી પ્રેરાઈ ગઈ હતી. હું સનાતન ધર્મ વિશે અજાણ હતી. જેથી એમની વાતોથી હું આકર્ષિત થઈ ગઈ હતી. માઈન્ડ વોશ કરવાનું સૌથી મોટું ષડ્યંત્ર કરે છે. જેથી હું ઇસ્લામ તરફ જવા લાગી હતી. લવ જેહાદ નહીં પણ ધર્મ પરિવર્તન તરફ જતી રહી હતી. મારો નેચર મારી રહેણીકરણી ઈસ્લામિક જેવી થઈ હતી. માતા પિતાએ મને હિન્દૂ સંસ્થામાં મોકલી આપી હતી. જેમાં હિન્દૂ સંસ્થામાં જોડાયા પછી હું સનાતન ધર્મ તરફ પ્રેરાઈ હતી. કુરાનથી વિરુદ્ધ વાતો કરી મારુ માઇન્ડ વોશ કર્યું હતું.

વિશ્વ ઉમિયાધામ લવ જેહાદ અટકવવા લડત આપી રહ્યું છે: વિશ્વ ઉમિયાધામના ઉપ પ્રમુખ
વિશ્વ ઉમિયાધામના ઉપ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું છે કે દેશની 4 પીડિતાઓએ લવ જેહાદ અટકાવવા લડત આપી રહી છે. લવ જેહાદનું સૌથી મોટું ષડ્યંત્ર ચાલતું હોવાનો પીડિતાનું નિવેદન છે. વિશ્વ ઉમિયાધામ લવ જેહાદ અટકવવા લડત આપી રહ્યું છે. તેથી 4 કેરળની પીડીતાઓ ઉમિયાધામ આવી છે.
માઈન્ડ વોશ કરવાનું સૌથી મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે: પીડિતા વૈશાલી શેઠ્ઠી
કેરળની લવ જેહાદ પીડિતા વૈશાલી શેઠ્ઠીએ જણાવ્યું હતુ કે અમે એક સંસ્થા દ્વારા હવે લોક જાગૃતિ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આધ્યાત્મિક શાસ્ત્ર ,ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવું જોઈએ. દેશમાં બ્રેન વોશિંગ દ્વારા ધર્માતરણ થઈ રહ્યા છે. લોભ લાલચથી પણ ધર્માંતરણ થઈ રહ્યા છે. અમે લવ જેહાદની સાથે ધર્માંતરણ કરતાને અટકવાવા પ્રયત્ન કરી રહ્યા છે. આ માત્ર દીકરી નહીં દીકરાઓએ પણ ધર્માતારણ મુદ્દે જાગૃત થવાની જરૂર છે. 7 વર્ષ પહેલાં મારી જોડે આવું જ થયુ હતુ. સાથે જોબ કરતા કર્મીઓ મુસલીમ હતા. જેમને પોતાની જ્ઞાતીની વાતો કરી તેથી પ્રેરાઈ ગઈ હતી. અને જ્યારે સનાતન ધર્મ વિશે હું અજાણ હતી. જેથી એમની વાતોથી હું આકર્ષિત થઈ ગઈ હતી. માઈન્ડ વોશ કરવાનું સૌથી મોટું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. જેથી હું ઇસ્લામ તરફ જવા લાગી હતી. મારી જોડે લવ જેહાદ નહીં પરંતુ હું ધર્મ પરિવર્તન તરફ જતી રહી હતી.
કેમ હાથીને પુજો છો આ રીતે મજાક કરતા હતા: પીડિતા શ્રુતિ
કેરળની લવ જેહાદ પીડિતા શ્રુતિએ જણાવ્યું કે 11 વર્ષ પહેલાં મારી જોડે ઇસ્લામિક મિત્રો હતા જેથી હું ધર્માતારણ તરફ વળી હતી. મેં નામ બદલી નાખ્યું હતું. હું બચપણથી સનાતન ધર્મ વિશે જાણતી જ ન હતી. જે ઇસ્લામ ધર્મ વિશે મિત્રો દ્વારા ઘણુ બંધુ જાણ્યા બાદ ધર્મ પરિવર્તન તરફ વળી હતી. હિન્દૂ ધર્મ વિશે ટીવીના માધ્યમ દ્વારા જ જાણકારી મળતી હતી. જેથી સનાતન ધર્મ વિશે અજ્ઞાન હોવાના લીધે ધર્મ પરિવર્તન કરવું પસંદ કર્યું હતું. હિન્દૂ વર્ગ કરતા વધુ મુસ્લિમ દીકરીઓ હિન્દૂ કોલેજમાં અભ્યાસ કરવા આવતી હતી. મને હિન્દૂ બોલવામાં શરમ આવતી હતી. તમે કેમ વાંદરાની પૂજા કરો છો. કેમ હાથીને પુજો છો આ રીતે મજાક કરતા હતા. જેથી મને હિન્દૂ નામ બોલતા પણ શરમ આવતી હતી. કુરાનથી પણ વિરુદ્ધ વાતો કરી મારુ માઇન્ડ વોશ કર્યું હતું. અલ્લાહ સહિતના નિવેદન આપી મારુ માઈન્ડ વોશ કર્યું હતું. નમાઝ, રોઝા મેં શરૂ કર્યા હતા. તેમજ પરિવારના લોકોથી નફરત થઈ ગઈ હતી. મેં એકવાર મારી માતાને પણ માર્યું હતુ. મારુ જીવન બદલાઈ ગયું હતુ. મુસ્લિમ લોકો સાથે જ વાત કરું બીજા કોઈ જોડે વાત કરવી પસંદ ન હતી.









