સાવરકુંડલા માર્કેટયાર્ડમા ટેકાના ભાવે મગફળી ખરીદીનો થયો પ્રાંરભ.સાવરકુંડલા તાલુકામાંથી 4000 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે બોલાવ્યા છે.આજે સાવરકુંડલા માર્કેટયાર્ડમા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ ધારાસભ્ય મહેશ કસવાલાએ ખેડૂતોના મો મીઠા કરાવીને કરાવ્યો હતો.આજે ટેકા ના ભાવે મગફળીના વહેચાણ માટે આજે 10 ખેડૂતો આવ્યા હતા.ખુલ્લા બજારમાં મગફળી રૂપિયા 1000 થી લઈને 1100 સુધીના ભાવે વહેંચાય છે જ્યારે ટેકાના ભાવે મગફળી રૂપિયા 1356 મા વહેંચતા ખેડૂતો ખુશ છે.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
સાવરકુંડલા માર્કેટયાર્ડ આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રાંરભ આજે થયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવે મગફળી વહેતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે આથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવે મગફળી ના ભાવમાં ખેડૂતો ને રૂપિયા 200 વધુ મળી રહ્યા છે.ત્યારે ભાવ સારા મળતા ખેડૂતોમા પણ ખુશી જોવા મળી રહી છે.

રોજ ખેડૂતોને બોલાવામાં આવશે
રોજના 20 થી 50 ખેડૂતોને બોલાવવામાં આવશે તેમજ હાલ માત્ર અમરેલી સેન્ટરમાંથી જ ખરીદી શરૂ થઈ છે ધીમે ધીમે એટલે કે આગામી 15 તારીખ સુધીની અંદર અમરેલી જિલ્લાના તમામ સેન્ટરોથી મગફળીનો ફરીથી પ્રારંભ શરૂ કરાશે.અમરેલી જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી શરૂ થાય તે પહેલા પૈસાની જરૂરિયાતવાળા અને મજબૂર ખેડૂતોએ ઓછા ભાવે મગફળી વેચી અને મોટી નુકસાની ભોગવી છે ₹900થી 1200 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને અત્યાર સુધી મળ્યા છે.
નુકસાન ખેડૂતોને થયું હતુ
મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે આજથી ટેકાના ભાવે મગફળી શરૂ થઈ છે તો ખેડૂતો ખુશ છે અને તેમને ટેકાના ભાવથી સંતોષ છે અને સરકારનો આભાર માની રહ્યા છે.આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે મગફળી ખરીદી કરી અને વેચવી નહીં અને તેનું તેલ કાઢી અને વેચવું આ ઉપરાંત અમરેલી જિલ્લાની તમામ મંડળીઓને પણ ટકોર કરી કે તમે પણ મગફળી ખરીદી કરી અને તેલ કાઢો આ એક અમરેલી જિલ્લા માટે નવો પ્રયોગ કરવા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.ટેકાના ભાવે મગફળીનો પ્રારંભ થતાં ખેડૂતોએ આશકારો અનુભવ છે અને મોટી નુકસાની માંથી રાહત થઈ છે ત્યારે વેચી રહેલા ખેડૂતો ભાવથી સંતોષ માને છે અને સરકારનો આભાર માને છે.









