સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટેનું આજે સવારથી મતદાન શરૂ થયું હતું. સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે આજે સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ ચૂંટણીમાં પ્રથમ વખત મહિલાઓ મેદાનમાં ઉતરી છે. ચાર વાગ્યા સુધી મતદાન ચાલશે ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે આ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં કુલ 43 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.


[[$googlead]]

પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે આજે સવારે 9 વાગ્યાથી સુરત ડિસ્ટ્રિક્ટ એસોસિએશનની ચૂંટણી માટેનું મતદાન શરૂ થયું હતું. આ ચૂંટણીમાં 42 બુથ પર 5222 મતદારો મતદાન કરશે. આ ચૂંટણીમાં કાકા અને ભત્રીજી વચ્ચે જંગ જામ્યો છે. પ્રથમ વાર મહિલા ઉમેદવાર એશા કોન્ટ્રાક્ટરે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ અને સ્ટેડિયમ પેનલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે.

[[$alsoread]]

ભત્રીજી એશા કોન્ટ્રાક્ટરનો કાકા કનૈયા કોન્ટ્રાક્ટર સામે જંગ

આજે સવારથી જ મતદાન મથકો પર 40 મતપેટીઓ ગોઠવવામાં આવી છે. આ ચૂંટણીનું આજે ચાર વાગ્યા સુધી મતદાન ચાલશે અને ત્યાર બાદ પાંચ વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. આ સમગ્ર ચૂંટણીમાં ભત્રીજી એશા કોન્ટ્રાક્ટરનો કાકા કનૈયા કોન્ટ્રાક્ટર સામે જંગ જામતા સમગ્ર શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મતદારોને રિઝવવા માટે ઉમેદવારોએ અનેક પ્રકારે પ્રચાર પ્રસાર કર્યો હતો. હવે સાંજે બે પેનલમાંથી કઈ પેનલ જીતશે તે નક્કી થઈ જશે.

  • Follow us on: