દાહોદમાં મંત્રી પુત્ર બળવંત ખાબડના 5 દિવસના રિમાંડ મંજૂર થયા છે, મનરેગા કૌભાંડ બળવંત ખાબડની થઈ છે ધરપકડ અને બચુ ખાબડના પુત્ર બળવંત 5 દિવસના રિમાંડ પર છે, ભાણપુર ગામમાં મનરેગા યોજનામાં કર્યું હતું કૌભાંડ અને મનરેગામાં મંજૂર કામમાંથી 11 કામો કરાયા ન હતા અને બળવંતની એજન્સીને રૂ. 33.86 લાખનું ચૂકવણું કરાયું હતુ.


[[$googlead]]

અન્ય મનરેગા કૌંભાડમાં બળવંત ખાબડની પોલીસે ફરી ધરપકડ કરી હતી

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાણપુર ગામે મંજૂર કામોમાંથી 11 કામો બાકી હોવા છતાં બાકી કામોનું પણ બિલ પાસ કરાવ્યાની ફરિયાદ દાખલ થઈ છે. બળવંત ખાબડની એજન્સીને રૂ.33.86 લાખ ચૂકવાયા હોવાની ફરિયાદ કરાઈ છે. 3 દિવસ પહેલાં જામીન પર મુક્ત થયેલા બળવંત ખાબડની પોલીસે ફરી ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

[[$alsoread]]

અગાઉ કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં

અગાઉ પોલીસે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને મળેલા જામીન સામે સ્ટે આપવા કોર્ટમાં અરજી કરી હતી.પોલીસની અરજી અંગેની સુનાવણીમાં કોર્ટે જામીન પર સ્ટેની અરજી ફગાવી હતી.કોર્ટે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન મંજૂર રાખ્યા હતાં.કોર્ટે 50 હજારના જામીન પર બળવંત અને કિરણ ખાબડને જામીન આપ્યા હતાં.મંત્રી બચુ ખાબડ સચિવાલયમાં ગેરહાજર જોવા મળ્યા છે.આ ઉપરાંત દાહોદમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી હતી.હવે પોલીસે વધુ એક ફરિયાદ હેઠળ કિરણ ખાબડ અને બળવંત ખાબડની અટકાયત કરતાં મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધી છે.

 

  • Follow us on: