- ડમીકાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ થઈ
- ભાવનગર કોર્ટે યુવરાજસિંહના સાળાના 5 દિવસના રિમાન્ડ આપ્યા
- અત્યાર સુધીમાં 44 લોકોના ફરિયાદી તરીકે નામ
ડમીકાંડમાં વધુ 5 આરોપીઓના નામ સામે આવ્યા છે. જેની સાથે જ 44 લોકો સામે ફરિયાદ તરીકે નામ દાખલ થયા છે. ડમીકાંડમાં આજે વધુ 5 આરોપીઓની ધરપકડ થતાં અત્યાર સુધી 19 આરોપીઓની ધરપકડ થઈ છે. જેના કારણે આ મામલે તપાસનો દોર ઝડપી બન્યો છે.
આ વચ્ચે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલના પણ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી અને જેને ભાવનગરની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો છે અને જ્યાં તેના 5 દિવસના રિમાન્ડ મળ્યા છે. જેની તપાસમાં આજે સવારે પોલીસ દ્વારા રૂ.38 લાખ પણ પોલીસે જપ્ત કર્યા છે. જેની સાથે જ યુવરાજસિંહની પણ મુશ્કેલીઓ વધી શકે છે.
અત્યાર સુધીમાં કુલ 44 લોકોના ફરિયાદી તરીકે નામ
ડમી કાંડમાં અત્યાર સુધીમાં 44 આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ પોલીસ દ્વારા 14 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. જે સાથે જ જેમાં વધુ પાંચ ઈસમોની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડમીકાંડમાં અત્યારસુધીમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી 10 આરોપીઓ જેલ હવાલે થયા છે. જેમાંથી નવા પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મંજૂર થતાં પોલીસ તપાસ હેઠળ છે.
યુવરાજસિંહ અને કાનભાની પૂછપરછ થશે
આ ઉપરાંત સમગ્ર ડમીકાંડમાં કેટલાંક મોટા ખુલાસા થવાની દિશામાં પોલીસે તપાસ ઝડપી બનાવી છે. આ વચ્ચે કાનભાથી લઈ યુવરાજ પાસેથી વધુ માહિતીઓ અને ઘટનાની કેટલીક મહત્વની કડીઓ પણ મળી શકે છે. અત્યાર સુધીમાં યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર ત્યારે બિપિન અને ઘનશ્યામના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ વચ્ચે તોડકાંડના બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. જેના માટે પણ પોલીસની કાર્યવાહી તેજ બની છે.