• કડોદરા રણછોડજી કોમ્પ્લેક્સ ત્રીજા માળે સટ્ટો રમતા
  • 3 લાખ રોકડ, 14 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
  • પોલીસે કુલ 9.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ જગ્યા પર સટ્ટા રેકેટની ઘટના સામે આવી રહી છે. આ વચ્ચે સુરતમાં ઓનલાઈન સટ્ટા રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના કડોદરા પોલીસે સટ્ટોડિયાઓની ગેંગ ઝડપી પાડી છે અને આશરે 9.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેની સાથે જ 24 થી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, સુરતના કડોદરા વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેમાં કડોદરા રણછોડજી કોમ્પ્લેક્સ ત્રીજા માળે સટ્ટો રમતા હતા. અહીં ભારત-દ.આફ્રિકા વચ્ચેની મેચ પર સટ્ટો રમાતો હોવાનું સામે આવ્યું છે. જે પછી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

આ દરમિયાન પોલીસે 5 સટ્ટોડિયાઓને ઝડપ્યા, 24થી વધુ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ દ્વારા 3 લાખ રોકડ, 14 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મેચ ઉપર ઓનલાઈન સટ્ટા બેટિંગનું નેટવર્ક ઝડપી પાડ્યું છે અને નેટવર્ક ક્યાંથી ઓપરેટ થઈ રહ્યું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે આરોપીઓની ધારપકડ કરી તપાસ શરૂ કરી છે. તેમજ 3 લાખ રૂપિયા રોકડ , 14 મોબાઈલ , કાર મળી 9.39 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં રવિવારે ભારત-દ.આફ્રિકા વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતાં હોવાની વિગતો સામે આવી છે.

મોટાવરાછામાંથી મોટું નેટવર્ક પકડાયું

આ તરફ બીજી એક ઘટનામાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલની ટીમને બાતમીના આધારે મોટાવરાછામાં વીઆઇપી સર્કલ પાસે એક પાનના ગલ્લા પર હરેશ મકવાણા નામનો વ્યક્તિ વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમે છે. તે વ્યક્તિ www.pavanexch.com નામની મોબાઇલ એપ પર સુપર માસ્ટર તરીકે urban999 નામની એપ પર પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પર પોતાના આઇડી નીચે માસ્ટર તરીકેની આઇડી આપી ઓનલાઇન સટ્ટો રમાડે છે. જેથી સાયબર ક્રાઇમની ટીમે અહીં દરોડા પાડી હરેશ રણછોડ મકવાણા (રહે- માધવપાર્ક, ઉત્રાણ રેલવે સ્ટેશન પાસે)ને પકડી પાડયો હતો. તેના મોબાઇલ ચેક કરતા arban999 નામની એપ ખુલ્લી જણાઇ આવી હતી. જેના પર લાઇવ મેચના હાર-જીતના ભાવ લખાયેલા પણ નજરે પડયા હતા.


  • Follow us on: