અમદાવાદના વાસણા વિસ્તારમાં ઓફિસ અપાવવાના નામે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે,જેમાં વાસણા પોલીસે બ્રોકર સહિત કુલ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે,આરોપીઓએ 35 લાખ લઈ ફરિયાદીને ઓફિસ ન આપી અને રૂપિયા ચાંઉ કરી ગયા છે,જેના કારણે વાસણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,નક્કી કરાયેલ ઓફિસનું બુકિંગ બારોબાર કેન્સલ કર્યુ અને રૂપિયા લઈ પરત કરવામા આવ્યા નથી. તો અન્ય સ્થળે ઓફિસ આપવા માટે કરાયેલ વાયદો પણ પૂર્ણ કર્યો નથી.
ઓફિસ અને રુપિયા પરત ન કરતા છેતરપિંડીની ફરિયાદ
આ કામે હકિકત એવી છે કે, આરોપીઓએ ઉપરોક્ત દર્શાવેલ તા.ટા. જગ્યાએ તમામ આરોપીએ ભેગા મળી ફરીયાદીને રાજયશ રાઈઝમાં ઓફીસ વેચાણ આપવાની વાત કરી હતી અને ફરીયાદીને સી બ્લોકમાં ઓફીસ નં-૧૦૨ ની બતાવી તેના ટોકન પેટે ચેકથી બે લાખ રૂપિયા લઈ વિશ્વાસ કેળવી અને ફરીયાદી પાસેથી બાકીની રકમ અલગ અલગ સમયે અને સ્થળે રોકડમાં મેળવી તેમજ ફરીયાદી પાસેથી આ કામના આરોપી નં-૨ નાઓએ આરોપણ બેન નં-૩ ના બેન્ક ખાતામાં રૂપિયા ૫,૦૦,000/-ટ્રાન્સફર કરાવેલ તેમજ આરોપી નં-૪ના ખાતામાં રૂપિયા ૧,૦૦,000/- ટ્રાન્સફર કરાવી ફરીયાદીનું ઓફીસ બુકીંગ કેન્સલ કરી રૂપિયા ૨,૦૦,૦૦૦/-ચેકથી પરત કરી ફરીયાદી પાસેથી લીધેલ રૂપિયા ૩૫,૦૦,૦૦૦/-(અંકે પાત્રીસ લાખ પુરા) પરત નહી આપી તેમજ પરત આપવાના ખોટા વાયદાઓ કરી બેન્કના આપેલ ચેક બાઉન્સ થયેલ હોય અને આરોપીઓએ એક સંપ થઈ એકબીજાની મદદગારી કરી પુર્વ આયોજીત કાવતરુ રચી છેતરપીડી અને વિશ્વાસધાત કરી ગુનો કર્યો હતો.
જાણો કોણ રૂપિયા લઈને થઈ ગયું ફરાર
01-મૌલીકભાઇ પરેશભાઇ રાદડીયા રહે.મન.૩૦ સંસ્કાર ટેનામેન્ટ, શુકન બંગ્લોઝ પાસે નિકોલ નરોડા અમદાવાદ
02-પ્રતિક સુરેશભાઇ કેજરીવાલ
03-હેમલતા વા/ઓ પ્રતિક સુરેશભાઇ કેજરીવાલ બંને રહે.મ.ન.એ/૫૦૨ પોપ્યુલર ડોમીઈન રામદેવનગર સેટેલાઇટ અમદાવાદ
04-જુબેર હુસેન મોહમદ હનીફ મેમણ રહે- મ.ન૩૦૧ સાયન હિલ્સ ફલેટ, ડી.એચ.એલ.ની બજુમાં જુહાપુરા અમદાવાદ
05-ઇલીયાસ ઇકબાલભાઇ મોદન રહે- મન૦૧ જાવેદ પાર્ક, પ્રાચીના સોસાયટીની સામે અમદાવાદ
ફરિયાદ કરનાર
સલીમભાઇ બાબુભાઇ શેખ ઉ.વ-૫૦ ધંધો-કંસ્ટ્રકશન રહે-૧૨ સમીર ડુપ્લેક્ષ એ-વન બેકરીની બાજુમાં, શાહઆલમ દાણીલીમડા અમદાવાદ