પરીણિત મહિલા અને કુંવારો યુવક ઘરેથી ભાગ્યા હતા
લગ્ન કરાવી આપવાની વાત કરી પ્રેમી યુગલનું અપહરણ
મહિલાના પતિ અને ભાઈઓની પોલીસે કરી ધરપકડ


રાજકોટ જિલ્લાની એક એવી ઘટના જેમાં પરીણિતા અને યુવકને પ્રેમની તાલિબાની સજા મળી હતી. જેમાં યુવક અને પરીણિતાનું અપહરણ કરી મુંડન કરી ઢોર માર માર્યો અને ડામ આપવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. આ મામલે 6 આરોપીઓ આખરે ઝડપાઈ ગયા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ,  રાજકોટ જિલ્લાના જેતપુરના ભાદર પુલ પાસેની છેભાદરના પુલ પાસે રેહતા અરવિંદ પરમારને તમેના જ ઘર પાસે રહેતી પરિણીતા સાથે પ્રેમ થઈ જતા 1 મહિના પેહલા અરવિંદ અને પરીણિતા ઘરેથી અમદાવાદ ભાગી ગયા હતા, પરણીત મહિલાને ૩ બાળકો હોવા છતાં પતિ અને બાળકોને મૂકી પ્રેમી અરવિંદ સાથે ભાગી હતી. જે બાદ અરવિંદ અને મહિલા મોરબી કામ કરી ગુજરાન ચલવતા હતા, પરંતુ પરીણિતાને પોતાના બાળકોની યાદ આવતા ફરી બંને જેતપુર આવ્યા હતા.

બાળકોને જોવા આવેલી પરીણિતા પોતાના ઘર પાસે જતાં સાસરિયા પક્ષના લોકો તેને જોઈ ગયા હતા. મહિલાના પતિ દ્વારા ભાદરના પુલ પાસે તેમની પત્નીને ઢોરમાર માર્યો હતો અને તેમની સાથે પ્રેમ કરનાર યુવક ક્યાં છે? તમારા લગ્ન કરાવી આપવાની વાત કરી પ્રેમી યુવક અને મહિલાને બોલરો ગાડીમાં અપહરણ કરી જેતપુર પાસે આવેલાપીઠડીયા ટોલ ટેકસ નજીકની સીમમા લઇ જવાયા હતા. જ્યાં મહિલાના પતિ અને તેમના ભાઈઓ દ્વારા પ્રેમી યુવક અને મહિલાનું મુંડન કરી વીડિયો ઉતાર્યો હતો. જે બાદ પ્રેમી યુવક અરવિંદ પરમારને નગ્ન કરી ઝાડ સાથે બાંધી ઢોરમાર મારી બને પ્રેમી પંખીડાને શરીરના અલગ-અલગ ભાગ પર ડામ આપ્યો હતો.

આ ઘટના આટલેથી જ ના અટકતા પતિ હેમંત પરમારે પત્નીને ભગાડી જવાનો ખાર રાખી પ્રેમી યુવક અરવિંદ પરમારને આખી રાત ઢોર માર માર્યો અને નાક પણ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પતિ હેમંત અને તેમના ભાઈઓ દ્વારા બંને પ્રેમી પંખીડાને બેભાન હાલતમાં સોમનાથ દરિયા પાસે ફેંકી દેવામાં આવ્યા હતા.

પ્રેમી અરવિંદ પરમાર તેમજ પરીણિતા ઈજાગ્રસ્ત હાલતમાં જેતપુર પરત ફરી શહેરની સરકારી હોસ્પિટલમાં દાખલ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી અને પોલીસે ફરિયાદ નોધી હતી. 

પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં પ્રેમી યુવક અરવિંદ પરમાર અને પરીણિતાનું અપહરણ કરી માર મારવાના ગુન્હામાં આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા. જેમાં પરીણિતાના પતિ હેમંત પરમારે પત્નીને ભગાડી જવાનો ખાર રાખી આવું તાલિબાની કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ ઘટનામાં હેમંત પરમાર સહિત કલું પરમાર ,ઘુસા પરમાર,અજય પરમાર,સાગર પરમાર,અતુલ પરમારની તેમના જ ઘર પાસેથી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
  • Follow us on: