• કુતિયાણામાં ભાદર નદીનું ભયંકર રૌદ્ર સ્વરૂપ
  • કુતિયાણાનું આંબેડકર નગર પાણીમાં ગરકાવ
  • લોકોએ પેકેટ ખાઈને રાતવાસો કર્યો

પોરંબદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા શહેરીજનોની હાલત દયનીય બની છે,સૌથી વધારે વરસાદ કુતિયાણામાં પડયો છે,કુતિયાણમાં જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે,સ્થાનિકોનું કહેવું છે કે,બહાર નિકળાય એવી કોઈ સ્થિતિ નથી,ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે,પડીકા ખાઈને લોકોએ રાત વિતાવી હોવાની વાત સામે આવી છે.ત્યારે તંત્ર સાથે સ્થાનિકો મદદ માંગી રહ્યાં છે.

ગળાડૂબ પાણી ભરાયા

[[$googlead]]

પોરબંદરના કુતિયાણામાં ગળાડૂબ પાણી ભરાતા ચુનારીવાસ, થેપડા, જાપામાં લોકો હેરાન થઈ ગયા છે.ફાયર વિભાગ દ્રારા 10થી વધુ લોકોનુ રેસ્કયૂ કરાયું છે અને રેસ્કયૂ કરીને તેમને સલમાત સ્થળે સ્થાંળતર કરાયું છે.ભાદર નદી ભયંકર સ્વરૂપમાં વહી રહી છે અને તેના પાણી કુતિયાણામાં ઘુસી ગયા છે.કુતિયાણાનો આંબેડકર નગર પાણીમાં ગરકાવ થયો છે.સ્થાનિકોની મદદે તંત્ર આવે અને તેમને સલામત સ્થળે ખસેડે તે જરૂરી બન્યું છે.

[[$alsoread]]


પોરબંદરમાં ભારે વરસાદ

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 10થી 12 ઈંચ જેટલો ભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઘેડ અને બરડા પંથકમાં પૂરના પાણી ફરી વળતા આ ગામો બેટમાં ફેરવાયા છે. એક બીજા ગામનો સંપર્ક વિહોણા બન્યા છે.પોરબંદર જિલ્લામાં જુલાઈ માસમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ભારે નુકસાન થયું હતું. હજુ પરિસ્થિતિ થાળે પડી હતી. ત્યાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. સોમવારે જન્માષ્ટમીના દિવસે શરૂ થયેલી મેઘસાવરી આજે બુધવારે પણ યથાવત રહી હતી.

અમદાવાદ,પાટણ,સુરેન્દ્રનગર તથા મોરબીમાં રેડ એલર્ટ

રાજ્યભરમાં ભારેથી આતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર તથા મોરબી, જામનગર, દ્વારકા અને જૂનાગઢ, ભાવનગર, અમરેલી તથા ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને કચ્છમાં રેડ એલર્ટ છે. તેમજ બનાસકાંઠા, ગાંધીનગર,ખેડા તથા પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તથા બનાસકાંઠા,મહેસાણા,અરવલ્લી તેમજ મહીસાગર અને દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળીની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશન પાટણ તરફ આગળ વધતા આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાશે. સમગ્ર સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

 

  • Follow us on: