• ધસા-જેતલસર સેક્શનમાં જેતલસર યાર્ડ ખાતે મેગા બ્લોક
  • રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર
  • 22 અને 27મી સપ્ટેમ્બરના રોજ કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ

ભાવનગર ડિવિઝનમાં આવેલા ધસા-જેતલસર સેક્શનમાં ગેજ કન્વર્ઝન હેઠળ જેતલસર યાર્ડ ખાતે મેગા બ્લોક લેવામાં આવશે જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 19207 પોરબંદર-સોમનાથ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19208 સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ 19.09.2022 થી લઈને 27.09.2022 સુધી રદ રહેશે.

ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ 22.09.2022 અને 24.09.2022ના રોજ રદ રહેશે.

24.09.2022 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.

25.09.2022 ના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19120 વેરાવળ - અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.

ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી ટ્રેનો માં ટ્રેન નંબર 19571/19572 રાજકોટ-પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 19.09.2022 થી લઈને 27.09.2022 સુધી જેતલસરને બદલે કાનાલુસ થઈને ચાલશે.

સંત્રાગાછી થી 18.09.2022 અને 25.09.2022 ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 12950 સંત્રાગાછી - પોરબંદર સુપરફાસ્ટ જેતલસરને બદલે કાનાલુસ-વાંસજાળીયા સેક્શન થઈને દોડશે.

પોરબંદરથી 23.09.2022 ના રોજ ઉપડતી ટ્રેન નંબર 12949 પોરબંદર- સંત્રાગાછી સુપરફાસ્ટ જેતલસરને બદલે વાંસજાળીયા-કાનાલુસ સેક્શન થઈને દોડશે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો માં ટ્રેન નંબર 22958 વેરાવળ - અમદાવાદ એક્સપ્રેસ 24.09.2022 ના રોજ વેરાવળથી 45 મિનિટના મોડી ઉપડશે.

ટ્રેન નંબર 09521 રાજકોટ - વેરાવળ સ્પેશિયલ 19.09.2022, 20.09.2022, 21.09.2022, 23.09.2022 અને 25.09.2022ના રોજ રાજકોટથી 1 કલાક 15 મિનિટ મોડી ઉપડશે.


  • Follow us on: