ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં 31Stની ઉજવણી કરવા માટે યુવાધન થનગનતું હોય છે. જેને લઈને એડવાન્સમાં દારૂ મંગાવવામાં આવતો હોય છે. ગુજરાતમાં રાજસ્થાન અને દિવ-દમણથી દારૂ ઘુસાડવાનો પ્રયાસ થતો હોય છે. ત્યારે અમદાવાદ પોલીસે આ દારૂને શહેરમાં આવતો અટકાવવા માટે શહેરની આંતર જિલ્લા 13 ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે. વાહનોની ચેકીંગ શરૂ કરવામાં આવી.
જ્યાં ઉજવણી થાય છે ત્યાં શી ટીમ બનાવી ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે. પોલીસ સરપ્રાઇઝ ચેકીંગ કરવામા આવશે. ડ્રગ્સ કે NDPS ના આરોપીની તપાસ ચાલુ છે. બુટલેગર સહીતના આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવશે. 6000થી વધુ પોલીસ રસ્તા પર તૈનાત રહેશે. ડ્રીંક એન્ડ ડ્રાઈવ ન થાય તે માટે પોલીસ સતર્ક.
ગઈકાલે નવસારીમાંથી વિદેશી દારૂ ઝડપાયો
LCBના હે.કો.લલીતભાઈ તથા ગણેશભાઈ દિનુભાઈએ બાતમી મળી હતી કે, નવસારી શહેરમાં આવેલા તીઘરા રોડ ઉપરના પ્રતિક્ષા સોસાયટીની સામેના 10 ગાળામાં રહેતા સુનિલભાઈ પ્રકાશભાઈ પટેલના ભાડેથી રાખેલા રેખાબેન મુકેશભાઈ નાયકાના મકાનમાં આરોપી સુનિલ પ્રકાશભાઈ પટેલ ભારતીય બનાવટની વિદેશી દારૂ, વિસ્કી, સ્કોચ વાઇન તથા ટીન, બિયર, બોટલો મળી કુલ નંગ 247 જેની બજાર કિંમત 3,88,400નો મુદ્દામાલ સંતાડી રાખ્યો હતો. જેના આધારે શોધખોળ કરતા ઘરમાંથી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. મુદ્દામાલ સાથે સુનિલ પ્રકાશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
વિદેશી દારૂ, મોબાઈલ સહિત કુલ 3,98,400 મુદ્દામાલ કબજે
ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કી સ્કોચ વાઇન તથા બીયર મળી 3,88,400નો મુદ્દામાલ સહિત મોબાઈલ મળી કુલ 3,98,400 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.









