• દિવાળી પહેલા જ રૂ. 25 કરોડથી વધુના ફટાકડાનો સ્ટોક ભેગો કરી લીધેલો

  • રાયપુર, શિવરંજની, એસજી હાઈવેની શોપ્સ પર દરોડામાં બોગસ બિલો મળ્યાં
  • ગુજરાતમાં સેમી હોલસેલરો અને રિટેઇલરોને ફટાકડા સપ્લાય કરતા હતા

આવકવેરા વિભાગે શહેરમાં 10થી 15 સ્થળોએ અંબિકા ફાયર ક્રેકર્સના રાયપુર, શિવરંજની ચાર રસ્તા અને એસજી હાઇવે પર આવેલા ગોડાઉન, શોપ અને માલિકોના રહેઠાણે દરોડાની કાર્યવાહી હાથ ધરીને કરોડો રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શનો પકડી પાડયા છે. ગુજરાતમાં સેમી હોલસેલરો અને રિટેઇલરોને ફટાકડા સપ્લાય કરતા હતા. ફટાકડાનું પેમેન્ટ એડવાન્સમા લેવામા આવતું હતું જેના હિસાબો આઇટીને મળી ગયા. દિવાળી પહેલાથી તમામ ગોડાઉનામાં ફટાકડાનો મોટો સ્ટોક કરીને સપ્લાય શરૂ કરી દેવાયુ હતુ જેનો બીલો જ મળતા નથી. અંદાજે 25 કરોડથી વધારે કિંમતના ફટાકડાનો સ્ટોક કરાયો હોવાનું જાણવા મળે છે.જેની તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગે ડીજીટલ ડેટા જપ્ત કર્યા છે પણ તેમા કોઇ રેકર્ડ મળી આવતો નહિ હોવાથી એક્સપોર્ટની મદદ લેવાઇ રહી છે. કાચી ચિઠ્ઠી પણ મળીને જેનો હિસાબ કોર્ડવર્ડમાં લખેલો છે જેના માટે અંબિકા ફાયરના માલિક કમલેશ મોદી સહિત અન્ય સ્ટાફની મદદ લેવાઇ રહી છે. દિવાળી પહેલા કમલેશ મોદી સાથે સંકળાયેલો એક ચાર્ટર્ડ એકાઉન્ટે હિસાબી ગોટાળા સુલટાવવા માટે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ બનાવીને બીલ જનરેટ કરવાની સિસ્ટમ બનાવી હતી. જેના કારણે ગુજરાતભરના સેમિહોલસેલરો અને રિટેઇલરોમાં હોબાળો મચી ગયો હતો. જેના પગલે આઇટીએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતુ. વર્ષે દહાડે 100 કરોડથી પણ વધારેનુ ટર્નઓવર કરાય છે. દરોડા દરમ્યાન કમલેશ મોદી અને અંગત માણસોના રહેઠાણેથી રૂ.7 કરોડની રોકડ રકમ મળી છે.

સીએને ખબર પડી જતા બિલિંગની સિસ્ટમ બદલી નાંખી

અંબિકા ફાયર ક્રેકર્સમાં વેચાણના બીલો બનતા અને બોગસ બિલિંગની ગંધ સીએને આવી જતા દિવાળી પહેલા જ બિલિંગ સિસ્ટમ બદલી નાંખી હતી અને હાથીજણ પાસે ગોડાઉન નવુ લઇ લીધું હતું. માત્ર રાજ્યમાં જ નહી દેશભરમાં મોટાપાયે ફટાકડાનો સપ્લાય કરાયા છે. રહેઠાણ અને અન્ય સ્થળે રોકડ રકમ છુપાવી હતી જેની બાતમી આવકવેરા વિભાગને મળી જતા તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ.


  • Follow us on: