- ફર્નિચરના વેપાર સાથે જોડાયેલા સોલંકી પરિવારના સાત સભ્યોનો સામૂહિક આપઘાત
- 6 ને ઝેર આપવામાં આવ્યું અને એકનો મૃતદેહ લટકતો મળ્યો હોવાની ચર્ચા
- પાલનપુર પાટિયાની નૂતન રો-હાઉસની સામે સીધેશ્વર અપાર્ટમેન્ટનો બનાવ
સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં ઘરના એક સભ્યએ અન્ય 6 લોકોને દવા પીવડાવી પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જેમાં પોલીસે પ્રાથમિક તપાસ અનુસાર, એક સ્યુસાઈડ નોટ મળી છે જેમાં પોતાના જ પૈસા ઉછીના આપ્યા હતા જે પાછા મળી રહ્યા ન હતા. જેના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હોય તેવી શક્યતા પ્રબળ બની રહી છે.
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પાલનપુર પાટિયા પાસે નૂતન રો હાઉસની સામે સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોનો સામૂહિક આપઘાત કર્યો છે. આ અંગે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘરના એક સભ્યએ તમામ લોકોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ફર્નિચરના મોટા વ્યવસાય સાથે પરિવાર સંકળાયેલો હતો તેવી વિગતો સામે આવી રહી છે. જેમાં ઘરના મોભી મનીષ સોલંકીના પરિવારનો સામુહિક આપઘાત કર્યો છે.
પ્રાથમિક માહિતીઓ સામે આવી
આ ઘટના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં G-1 માં રહેતા રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકળામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે.

હાલ તેમના સગા સંબંધીઓ પહોંચ્યા છે, પરંતુ તેઓ કોઇ કહેવા તૈયાર નથી. બીજી બાજુ, એક જ પરિવારના સાત લોકોના આપઘાતના સમાચાર સાંભળીને આસપાસના વિસ્તારના લોકો પણ દોડી આવ્યા છે. ફર્નિચરના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો પરિવાર હતો. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામ છે. મનીષભાઇને લોકો પાસેથી પૈસા પરત લેવાના હોવાની પણ સ્થાનિકો દ્વારા ચર્ચા કરવામાં આવી રહી છે. જ્યારે પરિવાર ઘણાં સમયથી આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાની પણ કેટલાંક સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે.
અડાજણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
આ અંગે અડાજણ ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે, એક પરિવારના સાત લોકોએ આપઘાત કર્યા હોવાનો મેસેજ હતો. આમાંથી એક વ્યક્તિએ ફાંસો ખાઘો છે અને છ લોકોએ કોઇ ઝેરી વસ્તુ લીધી હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ બાબતે તેમણે જે લખાણ લખ્યું છે તે વેરિફાઇ કરવાની કાર્યવાહી ચાલુ છે. લખાણમાં તેમણે કોઇનું નામ નથી લખ્યું, પણ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે તેવું કારણ જણાવ્યું છે. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામકાજ હતું અને તે સુપરવાઇઝર હતા. તેમના હાથની નીચે 30 થી 35 લોકો કામ કરતાં હતા.
પરિવારના સભ્યોના નામ
મનીષ સોલંકી અને તેના પત્ની રીટા સોલંકીનું મોત
મનીષના પિતા કનુભાઈ અને માતા શોભનાબેનનું મોત
મનીષના બાળકો દીક્ષા,કાવ્યા અને કુશલનું પણ મોત
પોલીસ કમિશ્નરે આપી માહિતી
મૃતક મનીષ સોલંકીની સુસાઇડ નોટ મામલે પોલીસ કમિશનર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, મૃતકનું લખાણ છે કે મેં લોકો સાથે સારુ વર્તન કર્યું, લોકોને મદદ રૂપ થતો હતો, પરંતુ લોકો મારી સાથે એવું પરત વર્તન કર્યું નથી. આ સુસાઇડ નોટમાં કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમજ મનીષ સોલંકીના પરિવાર એક સારો પરિવાર છે. મૃતક દ્વારા ડિવાઇન 5 નામ ની જંતુનાશક દાવા લીધી છે. આ માટે સુરત પોલીસની ચાર ટીમ કામ કરી રહી છે. પોલીસ આ કેસમાં યોગ્ય રીતે તપાસ કરશે.
SIT ની રચના કરવામાં આવી
સુરતમાં સામૂહિક આપઘાત કેસમાં પોલીસ દ્વારા કોઈપણ કસર છોડવા માંગતુ નથી અને તેના માટે SITની રચના કરવામાં આવી છે. જેમાં DCP ઝોન 5, ACP,ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની ટીમ અને ક્રાઈમ બ્રાંચની ટેકનીકલ ટીમની મદદ લેવાશે. તેમજ આ મામલે ટીમે ફોરેન્સિક પુરાવા એકત્રિત કરાયા છે.









