કચ્છમાં બસ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ખાનગી બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 7ના મોત નિપજયા છે,કેરા-મુંદ્રા રોડ પર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા,બસમાં સવાર 40 પૈકી સાત લોકોના ઘટનાસ્થળે મોત થયા છે તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા છે.
પોલીસે હાથધરી તપાસ
સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો બીજી તરફ ટ્રક અને બસ સામસામે આવી જતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઈ આસપાસના લોકોના નિવેદન લીધા છે અને મૃતકોની ઓળખને લઈ પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે,તમામ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે અને મૃતદેહના પીએમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામા આવશે.
પોલીસે સીસીટીવી લીધા તપાસ માટે
ઘટનાને લઈ પોલીસે સીસીટીવી પણ તપાસ માટે લીધા છે,ટ્રક ચાલકનો વાંક હતો કે બસ ચાલકનો વાંક હતો તેને લઈ તે દિશામાં તપાસ શરૂ કરી છે.ઘટના બનતાની સાથે જ ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા અને દૂર-દૂર સુધી વાહનોની લાઈનો લાગી હતી,પોલીસે તમામ મૃતદેહને ખસેડીને રોડ પરનો ટ્રાફિક ખુલ્લો કર્યો હતો,મૃતકો તમામ કચ્છના છે કે બહારના જિલ્લાના છે તેની કોઈ માહિતી હાલમાં સામે આવી નથી.
બસમાં 40 લોકો સવાર હતા
ખાનગી બસમાં 40 લોકો સવાર હતા. આ ભયંકર અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 40 માંથી 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.