• 13 તાલુકાઓમાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ
  • ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

હવામાન વિભાગે ગુજરાતમાં આજથી ભારે વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યૂલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં 10 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 78 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

ગુજરાતના 13 તાલુકાઓમાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ ઉમરગામ અને સાબરકાંઠાના હિંમતનગરમાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બનાસકાંઠાના લાખણીમાં 2.8 ઈંચ, દાંતિવાડામાં 2.7 ઈંચ, ડીસામાં 2.1 ઈંચ તેમજ લીમખેડામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્માના ગ્રામ્ય પંથકમાં પણ 2 કલાકમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.



સાબરકાંઠાના હિંમતનગરમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં હિંમતનગરમાં 3 કલાકમાં સવા 3.8 ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

8થી 10 ઓગસ્ટ રાજ્યભરમાં રહેશે સાર્વત્રિક વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. તથા આગાહીને લઈ પાંચ દિવસ માટે તંત્ર એલર્ટ પર છે. તેમજ સુરતમાં વરસાદી ઝાપટા સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ નવા સપ્તાહની શરૂઆતમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી હવામાન વિભાગની આગાહી છે.
  • Follow us on: