જૂનાગઢમાં બસ સ્ટેન્ડમાંથી બિન વારસી હાલતમાં 8.7 કિલો ગાંજો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે,તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથધરી હતી તો પોલીસને સીસીટીવીના આધારે 2 શકમંદોની શોધખોળ કરી છે,ત્યારે સમગ્ર ઘટનામાં આરોપીઓને પોલીસ શોધવા માટે ફરી રહી છે.
અજાણ્યા શખ્સો ગાંજો મૂકીને ફરાર
જૂનાગઢમાં સ્કૂલ બેગમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે તો બે સ્કૂલ બેગ પડી હતી અને તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે,બસ સ્ટેન્ડની અંદર બિન વારસી બેગ મળી આવતા અને તેમાંથી તપાસ કરતા સામે આવ્યું કે કોઈ અજાણ્યો વ્યકિત આ બેગ મૂકીને ફરાર થયો છે,એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી,સીસીટીવીમાં તપાસ કરતા સામે આવ્યું કે બે યુવાનોએ આ કારસ્તાન કર્યુ હોઈ શકે છે તો આ ગાંજાની કિંમત લાખોમાં હોઈ શકે છે.
એક મહિના અગાઉ બગોદરા પોલીસે 102 કિલો ગાંજો ઝડપ્યો
બગોદરા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઓરિસ્સાથી એક ટ્રકમાં ગાંજો ગુજરાતમાં આવી રહ્યો છે અને તે બાબતને લઈ ટ્રકને રોકી ચેકિંગ કરતા સામે આવ્યું કે આરોપી ઓરિસ્સાથી આ ગાંજો લઈ ગુજરાતમાં આવ્યો હતો,આ ગાંજો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી હતો,હજી સુધી સામે આવ્યું નથી કે આ ગાંજો કોણે મંગાવ્યો હતો,પોલીસના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો આ ગાંજો બગોદરા થઈને ખેડા પહોંચાડવાનો હતો.
બાતમીદારને જપ્ત પદાર્થના 20 ટકા સુધીની રોકડ રકમ આપવામાં આવે છે
NDPS ઍક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની ગેરકાયદેસર કિંમતના 20% સુધીની રકમ રિવોર્ડને પાત્ર હોય છે. સરકારી કર્મચારીઓ માટે તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન આ રિવોર્ડની મહત્તમ મર્યાદા ₹20 લાખ છે, જયારે એક જ કેસમાં કોઈ વ્યક્તિગત કર્મચારી કે અધિકારીને આપવામાં આવતી મહત્તમ રકમ ₹2 લાખ સુધીની છે. કોઈ ખાનગી વ્યક્તિએ ઑફિસ વર્કમાં મદદ કરી હોય તેને દરેક કેસ દીઠ ₹2500નો પુરસ્કાર આપવામાં આવે છે. કોઈ બાતમીદાર કે સરકારી કર્મચારીનું મૃત્યુ થઈ જાય તો તેમનો રિવોર્ડ તેમના કાનૂની વારસદાર કે નોમિનીને આપવામાં આવી શકે છે. આ રિવોર્ડ સંપૂર્ણપણે ઇનામ તરીકે ચૂકવવામાં આવે છે અને સક્ષમ સત્તાતંત્ર આ રિવોર્ડને મંજૂર કરે છે.









