જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને લઈ દેશભરમાં રોષનો માહોલ છે,ત્યારે ખાસ કરીને ઉનાળામાં લોકો બરફની મજા માણવા માટે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ગણાતા કાશ્મીરમાં ફરવા જતા હોય છે,ત્યારે આતંકી હુમલાને લઈ લોકોમાં એક ચિંતાનું મોજુ ફરી વળ્યું છે,તો બીજી તરફ ટુર ઓપરેટરોએ પણ બુકિંગ કેન્સલ કર્યા છે,ટુર ઓપરેટરનું કહેવું છે કે,80 ટકા બુકિંગ કેન્સલ થયા છે.
જમ્મુ કાશ્મીર ફરવા જવાના બુકિંગ કેન્સલ થયા
તો નિપોન હોલીડેઝના સંચાલક સાથે વાત થયા મુજબ તેમનું કહેવું છે કે,ઉનાળાના સમયમાં શિમલા અને કાશ્મીર લોકો વધુ ફરવા જતા હોય છે,ઘણા પ્રવાસીઓ ટુર પર નીકળી ગયા છે,તો ઘણા પ્રવાસીઓએ ટુર બુક કરાવી છે,જે લોકોએ ટુર બુક કરાવી છે તે લોકોએ બીકમાં ટુર કેન્સલ કરાવી છે અને જે લોકો ટુરમાં નીકળી ગયા છે અને કાશ્મીરમાં સલામત છે તે લોકો ટ્રેન અને પ્લેન મારફતે જેવી વ્યવસ્થા થાય છે તેવી રીતે પરત ફરી રહ્યાં છે.
પહેલગામ કાશ્મીરનું મુખ્ય સ્થળ છે
જે જગ્યાએ હુમલો થયો તે સ્થળે પહેલગામ હતુ અને પ્રવાસીઓ ત્યાં અચૂક જતા હોય છે,પહેલગામ એક વન્ડરલેન્ડ છે અને શિયાળાની સિઝનમાં આ શહેર બરફની જાડી ચાદર વડે ઢંકાઇ જાય છે, જે તેને સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ માટે યોગ્ય સ્થળ બનાવે છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિનો આનંદ માણવા માટે લોકો દૂર દૂરથી આવે છે.ઉનાળાના અને ચોમાસાના સમયમાં લોકો કાશ્મીર જવાનું વધારે પસંદ કરતા હોય છે,ડાલલેક શિકારાની મજા માણવાની પણ લોકો પંસદ કરતા હોય છે.









