• જાન્યુઆરી 2024માં GST હેઠળ 5861કરોડની આવક

  • વેટ હેઠળ જાન્યુઆરી 2024માં 3,061 કરોડની આવક
  • ચાલુ નાણાંકીય વર્ષમા કુલ 89,765 કરોડની આવક

ચાલુ નાણાકીય વર્ષમાં તેમાં પણ છેલ્લા બે મહિનામાં રાજ્યને GST અને વેટ થકી થયેલ આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યને કરોડોની આવક થઈ છે. મળતી માહિતી મુજબ, જાન્યુઆરી-2024માં રાજ્યને GST અને વેટ થકી કુલ 8,922 કરોડની આવક થઈ છે.

તો, જાન્યુઆરી-2024માં GST હેઠળ 5,861 કરોડની આવક થઈ છે. ડીસેમ્બર-2023માં GSTની થયેલ આવક (5,082 કરોડ) કરતા જાન્યુઆરી-2024માં GSTની આવક 15% વધી છે.

જાન્યુઆરી-20224માં રાજ્યને વેટ હેઠળ 3,061 કરોડની આવક થઈ છે. જે ડીસેમ્બર-2023માં વેટ હેઠળ થયેલ 2,792 કરોડની આવક કરતા 10% વધુ છે. તો ચાલુ નાણાકીય વર્ષમાં થયેલ કુલ આવકની વાત કરીએ તો, ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ 89,765 કરોડની આવક થઈ છે. તો, રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક 85% લક્ષ્ય રાજ્ય કર વિભાગે હાંસલ કર્યું છે.

  • Follow us on: