- બોરતવાડા રોડ પર આવેલ ફાર્મ પર હોવાની બાતમી મળતાં પોલીસે તમામને દબોચી લીધા
- ફાર્મને ચારેય બાજુથી કોર્ડન કરી ગુનામાં સંડોવાયેલ કુલ 9 આરોપીઓને પકડયા
- સારૂ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે કબજો સોંપવામાં આવ્યો હતો
અમદાવાદ શહેરમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગત તા.6ઠ્ઠી ઓગષ્ટે પોલીસ પર હુમલામાં તેમજ અન્ય ગુનાઓમાં સામેલ નિલેષકુમાર પ્રવિણજી ઠાકોર રહે.લક્ષ્મણજીની ચાલી, સ્ટેટ બેંક રોડ, હારીજ સાબરમતી અમદાવાદવાળાના ઘરે આવ્યો હતો. ત્યારે બાતમી આધારે પકડવા ગયેલ પોલીસ પર હારીજનો શખ્સ નિલેષ ઠાકોર અને ત્યાંનો બુટલેગર તથા તેના સગા તથા સ્થાનિક લોકો દ્વારા પોલીસ ટીમ ઉપર હુમલો કરી ત્યાં નહીં પકડાયેલ અને નાસતા ફરતાં આરોપીને પોલીસના કબ્જામાંથી છોડાવી ભગાડવા બાબતના ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જે ગુનામાં ગુનો કરી નાસતાં ફરતાં મુખ્ય આરોપી નિલેષ ઠાકોરનું મુળ વતન હારીજ મુકામે હોઈ જે. આર. મોથલીયા સરહદી રેંજ ભુજ તથા પોલીસ વડા ર્ડા.રવિન્દ્ર પટેલની સુચનાને પગલે હારીજ પીએસઆઈ આર. કે. પટેલને બાતમી હકિકત મેળવતાં સદર આરોપીઓ હારીજથી પાટણ રોડ ઉપર બોરતવાડા નજીક આવેલ પાધડી હોટલ નજીક આવેલા એક ફાર્મ ઉપર છે. જે હકીકતના આધારે પોલીસની અલગ અલગ ટીમ બનાવી ફાર્મને ચારેય બાજુથી કોર્ડન કરી ગુનામાં સંડોવાયેલ કુલ 9 આરોપીઓને પકડી પાડયા હતા. તેમજ સી.આર.પી.સી કલમ 41(1)(આઈ) મુજબ તમામની અટકાયત કરીને આગળની કાર્યાવાહી સારૂ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે કબજો સોંપવામાં આવ્યો હતો.










