- પાઇપ તોડી ઊંડો ખાડો ખોદી તમામ બચ્ચાને બહાર કઢાયાં
- 8 બચ્ચા સ્વસ્થ હોઈ કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યાં
- એક ઇજાગ્રસ્ત અજગર ના બચ્ચાને હોસ્પિટલ લઇ જઈ સારવાર અપાઈ હતી
ડભોઈ તાલુકાના ધર્માપુરા અને રામપુરા વચ્ચે એક ખેતર મા એક અજગર માદા એ 9 બચ્ચાને જન્મ આપ્યો હતો જે એક ખેતર ના કુંવાની પાઇપ મા અજગર ના 9 બચ્ચા ફ્સાઈ રહયા હતા સ્થાનિક લોકો દ્વારા વિભાગ ને જાણ કરતા પાઇપ તોડી ઊંડો ખાડો ખોદી વન વિભાગના અધિકારીઓએ દ્વારા 9 બચ્ચાનું 3 કલાક ની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ડભોઈ તાલુકાના ધર્માપુરા ગામે એક ખેતર માં કુંવાની પાઇપમા 9 જેટલા અજગરના બચ્ચા ફ્સાઈ રહયા હતાં. 9 પૈકી એક બચ્ચાને તો ઇજાઓ પણ પહોંચેલી હતી. ત્યારે સ્થાનિક આગેવાન આ બચ્ચા પાઇપની આજુ બાજુ જોઈ જતા ડભોઈ વન વિભાગના ફેરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ, અને કાજલબેનને જાણ કરતાં ડભોઈ વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી 3 કલાક ની ભારે જહેમત બાદ પાઇપ માંથી 9 જેટલા અજગર ના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું.










