• 4 મહિનાની મહેનતથી 108 ફૂટ લાંબી વિશેષ અગરબત્તી તૈયાર
  • અગરબત્તીને સુરક્ષિત રાખવા તેનું કવચ પણ બનાવવામાં આવ્યું
  • 50 કિલોમીટર વિસ્તારમાં અગરબત્તી સુવાસ ફેલાવશે

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ શ્રીરામની પ્રતિમાની પુન:પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેરના ગૌપાલક વિહાભાઈ ભરવાડ દ્વારા બનાવેલી 108 ફુટ લાંબી ધુપબત્તીને 31 ડિસેમ્બરના રોજ ખાસ વાહનમાં અયોધ્યા માટે રવાના કરવામાં આવશે.

50 કિલોમીટર વિસ્તારમાં અગરબત્તી સુવાસ ફેલાવશે

[[$googlead]]

22 જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર ખુલ્લુ મુકાશે. સમગ્ર દેશમાં અત્યારથી જ ઉત્સવનો માહોલ છે. જેમાં વડોદરાના ગોપાલક દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવાઈ છે. યજ્ઞમાં આહુતિ માટે વપરાતા દ્રવ્યોનો અગરબત્તીમાં ઉપયોગ થયો છે. જેમાં 31 તારીખે વડોદરાથી અગરબત્તી પ્રસ્થાન કરશે. 22 જાન્યુઆરી અગાઉ અગરબત્તી અયોધ્યા પહોંચશે. 45 દિવસ સુધી સતત અગરબત્તી પ્રજ્વલિત રહેશે. 50 કિલોમીટર વિસ્તારમાં અગરબત્તી સુવાસ ફેલાવશે.

[[$alsoread]]

4 મહિનાની મહેનતથી 108 ફૂટ લાંબી વિશેષ અગરબત્તી તૈયાર

ભરવાડ સમાજના અગ્રણી વિહાભાઈ ભરવાડ દ્વારા 4 મહિનાની મહેનતથી 108 ફૂટ લાંબી વિશેષ અગરબત્તી તૈયાર કરવામાં આવી છે. આ અગરબત્તીમાં ગીર ગાયનું શુદ્ધ ઘી, ગુગળ, ગાયના ગોબરનો પાવડર, જવ, તલ, સુગંધિત ફૂલોનો અર્ક, ગાયત્રી પરિવારની હવન સામગ્રી જેવા વિશિષ્ટ દ્રવ્યોનો સંયોજનથી ચાર મહિનાના અવિરત પુરુષાર્થ અને બ્રહ્મચર્યના પાલન સાથે બનાવેલી છે. જે સતત પીસ્તાલીસ દિવસ પ્રજ્વલિત રહેશે. ત્યારે આયોધ્યા ન જઈ શકનાર ભક્તો આ અગરબત્તી નિહાળવા આવી રહ્યા છે અને તેના દર્શન કરી રહ્યા છે. આગામી 31મી તારીખે આ અગરબત્તી વડોદરાથી આયોધ્યા જવા પ્રસ્થાન કરશે. જે પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ છે.

અગરબત્તીને સુરક્ષિત રાખવા તેનું કવચ પણ બનાવવામાં આવ્યું

આ વિશાળ અગરબત્તીને અયોધ્યા પહોંચાડવા માટે ઉદ્યોગપતિઓ પણ આગળ આવ્યા છે. જેમાં રાજકોટના ઉદ્યોગપતિએ અગરબત્તીના વહન માટે ફેબ્રિકેશન કરવી ખાસ 113 ફૂટ લાંબુ ટ્રેલર બનાવ્યું છે અને અગરબત્તીને સુરક્ષિત રાખવા તેનું કવચ પણ બનાવવામાં આવ્યું છે.


  • Follow us on: