• ગાયત્રી સોસાયટી પાસે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ
  • વિજય ગવાને નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો
  • સમગ્ર ઘટનાને લઈ ડીંડોલી પોલીસે આરોપી બંટી સહિત બંને સગીરોની અટકાયત કરી

સુરતના ડીંડોલી વિસ્તારમાં જાહેરમાં જ 22 વર્ષે યુવકની હત્યા કરાઇ છે. નવાગામ ગાયત્રી સોસાયટી પાસે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલો ચાલી ઉગ્ર બનતા બંટી માળી નામના યુવક સહિત બે સગીરોએ વિજય ગવાને નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટનાને લઈ ડીંડોલી પોલીસે આરોપી બંટી સહિત બંને સગીરોની અટકાયત કરી છે.

પોલીસે આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી

શહેરના ઉધના ખાતે આવેલ ભીમ નગરમાં રહેતો 22 વર્ષીય વિજય ગવાને ગત રોજ જ પોતાના વતનથી પરત ફર્યો હતો. રાત્રી દરમિયાન વિજયના જ ઘર પાસે રહેતો તેનો મિત્ર તેને બાઈક પર બેસાડીને ડીંડોલી નવાગામ ખાતે આવેલ ગાયત્રીનગર સોસાયટી પાસે લઈ ગયો.ત્યાં બંટી અને તેના મિત્રો જોડે બોલચાલ થઈ હતી. બંને જૂથ વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા એક બીજા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં બંટી નામના આરોપીએ ચપ્પુ વડે વિજય પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ ડીંડોલી પોલીસને થવાની સાથે જ તાત્કાલિક સ્થળે આવ્યું પહોંચી હતી અને આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.

રાત્રી 11:30 વાગ્યાના અરસામાં વિજય ઉર્ફે હીરામણ ગવાનેની હત્યા

શહેર પોલીસ ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રી 11:30 વાગ્યાના અરસામાં વિજય ઉર્ફે હીરામણ ગવાનેની હત્યા થઈ છે. આ ગુનામાં સોનુ ઉર્ફે બંટી નામના મુખ્ય આરોપીની સાથે કાયદાના સંઘર્ષમાં આવતા બે બાળકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલી આપ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાત્રિ દરમિયાન 8.30 વાગ્યાના અરસામાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. મરણજનાર ઉધના SMC આવાસ રહે છે. ગતરોજ રાત્રી 8:30 વાગ્યાના અરસામાં મિત્રો સાથે ડિંડોલી વિસ્તારમાં બેઠા હતા ત્યારે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. હાલ આ ગુનામાં મુખ્ય આરોપી સોનુ ઉર્ફે બંટી માળી સહિત બે કાયદાના સંઘર્ષમાં આવતા અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: