- 26 વર્ષીય રોહિત રાઠોડનું હાર્ટ એટેકથી મોત
- હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો
- સુરતના સચિન વિસ્તારની ઘટના
રાજ્યમાં ગરબા રમતા રમતા વધુ એક યુવાનનું મોત નિપજ્યું છે. જેમાં 27 વર્ષીય યુવકનું ગરબા રમતી વખતે છાતીમાં દુ:ખાવા બાદ અચાનક બેભાન થઇ ઢળી પડ્યો હતો. જેને લઇ 108ની મદદથી નજીકની પીએચસી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
સુરત સહિત ઘણાં સમયથી નવ યુવાનોમાં અચાનક હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. સચિનના બોળંદ ગામ ખાતે આવેલ ડુંગરી ફળિયામાં રહેતો 27 વર્ષીય રોહિત ભીખુ રાઠોડ ગત રાત્રે તેમના ફળિયામાં ગરબા રમવા માટે ગયો હતો. આ દરમિયાન તેને છાતીમાં દુ:ખાવો થયા બાદ ગરબા રમતા રમતા અચાનક પડી ગયો હતો અને સ્થળ પર બેભાન થઇ ગયો હતો.













