- ગવિયર ગામના સાહિલ પટેલનું હાર્ટ એટેકથી મોત
- સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયુ
- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયુ છે. જેમાં સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત થયુ છે. ગવિયર ગામના સાહિલ પટેલનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. સાહિલ પટેલને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી.
સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયુ
35 વર્ષના જિમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત થતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. રાત્રી દરમિયાન અચાનક ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગવિયર ગામના સાહિલ પટેલનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.
જો વ્યક્તિને યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ પણ બચી શકે
હાર્ટ એટેકમાં છાતીમાં અચાનકથી ખૂબ દુખાવો થાય છે. જો વ્યક્તિને યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ પણ બચી શકે છે નહીંતર જીવ પણ જઈ શકે છે. હાર્ટ એટેક તો ઘણા પ્રકારના હોય છે પરંતુ સ્ટેમી સૌથી ગંભીર અને જીવલેણ હોય છે. આજકાલ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોના કારણે લોકો વધુને વધુ તેનો શિકાર બની રહ્યા છે. અત્યાર સુધી યુવાનો માટે આ સૌથી મોટી ચિંતા બની રહી હતી પરંતુ હવે બાળકો પણ તેનો શિકાર બનવા લાગ્યા છે. થોડા મહિના પહેલા જ ગુજરાત-તેલંગાણામાં 15 વર્ષથી નીચેના બાળકોને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમનું મોત થયું હતું. આ કેસો ખૂબ જ ગંભીર હોવાથી આરોગ્ય નિષ્ણાતો સાવચેત રહેવાનું કહી રહ્યા છે.









