• વિના મૂલ્યે સારવાર થઈ અને મહિલાને નવજીવન પણ મળ્યું

  • મૂળ બિહારના પરંતુ છેલ્લા દસ વર્ષથી આણંદ ખાતે રહેતા
  • આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરાવ્યું

આણંદની જનરલ હોસ્પિટલમાં એક મહિલા દર્દીને સર્જરી કરી ચાર કિલોની અંડાશયની ગાંઠ કાઢવામાં આવી હતી. આના કારણે તેણીને નવજીવન મળ્યું છે. મૂળ બિહારના પરંતુ છેલ્લા દસ વર્ષથી આણંદ ખાતે રહેતા 29 વર્ષીય નસરીન ખાતુનને પેટમાં દુખાવો થતો હતો, દવા લીધા બાદ પણ દુઃખાવો મટતો ન હતો, તેથી તેમણે આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરાવ્યું. ડોક્ટર દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે માલુમ પડયું કે, તેમને મોટી ગાંઠ થઈ જેના કારણે તેમને અસહ્ય દુખાવો થાય છે. આણંદની જનરલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. યાત્રિક પંડયાએ આ બહેનની તકલીફ્ જોઈ તેમને ઓપરેશન માટેની સલાહ આપતા જણાવ્યું કે, તમારું ઓપરેશન સંપૂર્ણ ફ્રી માં થશે એટલે કશી ચિંતા કરવાની જરૂર નથી.

આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.અમર પંડયાના માર્ગદર્શન હેઠળ ડોક્ટર દ્વારા દર્દીને દાખલ કરી એનેસ્થેસિયાના ડો. કૃપલ અગ્રાવત, ડો. અક્ષય અને ડો. પલક તથા રીના સિસ્ટરની મદદથી તેમનું ઓપરેશન સફ્ળતાપૂર્વક કરવામાં આવ્યું. આ ઓપરેશન હાઈરીસ્ક ઓપરેશન હતું તેમ જણાવતાં ડો. અમર પંડયાએ જણાવ્યું કે, ઓપરેશનના આઠ દિવસ બાદ દર્દી એકદમ સ્વસ્થ બનતા તેમને રજા આપવામાં આવી. નસરીન ખાતુનના થયેલ ઓપરેશનની વાત કરતાં ડો. યાત્રિક પંડયાએ કહે છે કે, નસરીન બહેનનું સફ્ળ ઓપરેશન કરી ચાર કિલોની ગાંઠ કાઢવામાં આવી છે. આ ગાંઠ કેન્સરની ગાંઠમાં કન્વર્ટ થાય તો પણ બહેનને તકલીફ્ પડે અને આ અંડાશયની જ ગાંઠ છે જે ઓપરેશન કરીને કાઢવું ખૂબ જોખમી હતુ, તેમાં અમને સફ્ળતા મળી છે.

સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે થયેલા ઓપરેશન અને સારી સારવારથી સંતોષ વ્યક્તકરતાં દર્દી નસરીન ખાતુનના પતિએ જણાવ્યું કે, હું છૂટક દરજીકામ એટલે કે મજૂરી કરું છું. જેમાંથી મને રોજના માંડ 400/- રૂપિયા મળે છે. આ આજીવિકામાંથી હું મારા પત્ની તેમજ બે પુત્ર અને એક નાની પુત્રીનું ગુજરાન ચલાવું છું.


  • Follow us on: