- સુરતમાં 40 વર્ષીય ચૈતન્ય પટેલનું હાર્ટ એટેકથી મોત
- ઉગત રોડ પર ઘરે એટેક આવતા હોસ્પિટલ ખસેડાયો
- હોસ્પિટલના હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો
રાજ્યમાં સતત નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં એક તરફ લોકોમાં હાર્ટ એટેક અંગે ખૌફ છે ત્યાં બીજી તરફ હાર્ટ એટેકનું પ્રમાણ વધી જ રહ્યું છે. આ વચ્ચે સુરતમાં 40 વર્ષીય ચૈતન્ય પટેલનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે પરિવાર સહિતા આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરતના ઉગત રોડ પર રહેતાં 40 વર્ષીય ચૈતન્ય પટેલને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે પછી તેમની તબિયત બગડતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ શુક્રવારે રાજકોટ, મોરબી, કપડવંજમાં એક-એક અને સુરતમાં બે યુવકના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. રાજકોટમાં મસાલાના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતુ. 39 વર્ષના હિમાંશુ કિરીટભાઈ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હિમાંશુ રાઠોડ રાજકોટ ગુરુપ્રસાદ સોસાયટી બ્લોક નંબર 46માં રહેતા હતા અને મસાલાનો બિઝનેસ કરતા હતા. હાર્ટ અટેકથી અચાનક મોત થતાં પરિવારજનો સ્તબ્ધ છે.
એટલું જ નહીં રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે









