• કોંગ્રેસના બે કોર્પોરેટરો કોંગ્રેસમાથી આપશે રાજીનામું
  • આજે રાજીનામું આપી આવતીકાલે જોડાશે ભાજપમાં
  • અંકિત બારોટ અને ગજેન્દ્ર સિહ વાઘેલા જોડાશે ભાજપમાં

ટૂંક જ સમયમાં ગાંધીનગર મનપા કોગ્રેસ મુક્ત બનશે. કોગ્રેસના બે કોર્પોરેટરો અંકિત બારોટ, ગજેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાશે.આ બન્ને કોર્પોરેટરોએ કોગ્રેસ પક્ષમાંથી કોર્પોરેટર તરીકે રાજીનામું આપી દીધુ છે.થોડા દિવસ અગાઉ અંકિત બારોટે સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી તે મુલાકાત દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે,હાલ ગાંધીનગર મનપાની સ્થિતિની વાત કરીએ તો ભાજપમાં 41 કોર્પોરેટરો અને કોગ્રેસના 2 કોર્પોરેટરો એટલે કે હવે 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાશે એટલે ગાંધીનગર કોગ્રેસ મનપામાં એક પણ કોર્પોરેટર નહી રહે.મનપાની કુલ 44 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપ પાસે છે.

ભાજપમાં જોડાશે બે કોર્પોરેટર

[[$googlead]]

ચૂંટણીની સિઝન નજીક આવતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની મૌસમ ખિલી રહી છે,ત્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપના 41 કોર્પોરેટરો તો કોગ્રેસના 2 કોર્પોરેટરો છે,ભાજપની કામગીરીથી પ્રેરિત થઈને આ બે કોર્પોરેટરો હવે કોગ્રેસનો હાથછોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે,તો સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અગાઉ આ બે કોર્પોરેટરોએ ભાજપની એક મિટીંગમાં પણ હાજરી આપી હતી.

[[$alsoread]]


સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત

ભાજપની કામગીરીથી પ્રેરિત થઈને સૌ કોઈ ભાજપમાં જોડાઈ રહ્યું છે,ધારાસભ્ય હોય કાર્યક્રતા હોય કે કોર્પોરેટર હોય તે ભાજપની કામગીરી જોઈને ભાજપમાં જોડાઈ રહ્યાં છે,ગાંધીનગર કોગ્રેસના બે કોર્પોરેટરો આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે,બન્ને કોર્પોરેટરો દ્વારા છેલ્લા કેટલાય સમયથી સી.આર.પાટીલ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો,સી.આર.પાટીલે લીલી ઝંડી આપતા કોગ્રેસમાં રાજીનામું આપી ભાજપમાં જોડાશે.

 

  • Follow us on: