• લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ભરતી મેળો
  • 10500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા : સી.આર.પાટીલ
  • PM મોદી ઉપર વિશ્વાસ મુકી ભાજપમાં જોડાઈ રહ્યા છે

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ભરતી મેળો યોજાયો છે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. સી.આર.પાટીલે જણાવ્યું છે કે 10500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. દેશના ઈતિહાસમાં આ પહેલી ઘટના છે. PM મોદી ઉપર વિશ્વાસ મુકી ભાજપમાં જોડાઈ રહ્યા છે.

PM મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર

[[$googlead]]

PM મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર છે. PM મોદી ઉપર દેશ અને દુનિયાને વિશ્વાસ છે. જેમાં મોદીજીએ આપેલા તમામ વચનો પૂર્ણ કર્યા છે. કોંગ્રેસના કદાવર નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા ભાજપમાં જોડાયા છે. તેમજ ધમભાઈ પટેલ, કરણસિંહ તોમર ભાજપમાં જોડાયા છે. પ્રજાપતિ એકતા મંચના અધ્યક્ષ દિનેશ પ્રજાપતિ, પાટણના પૂર્વ કોર્પોરેટર ચેતના પ્રજાપતિ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે.

[[$alsoread]]

મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં

પૂર્વ પ્રમુખ જયંતી પટેલ, મુકેશભાઈ ગામી ભાજપમાં જોડાયા છે. મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ચેતન એરવાડિયા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રકાશ બાવરવા ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પહેલા જ એક પછી એક કદાવર નેતા કોંગ્રેસનો હાથ છોડીને ભાપજનો કેસરીયો ધારણ કરી રહ્યા છે. પાંચ વખત સાંસદ રહી ચૂકેલા નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે.

  • Follow us on: